SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ કરતાં કોઈને જોયાં છે ? શ્રાવણ મહિનામાં પાઠ શરૂ કરતાં પહેલાં નિયમ લે કે મને આ નહીં ખપે. આ બધું ક્રિયા-કાંડમાં ખપાવી ન દેવું. આપણી અલ્પબુદ્ધિથી કોઈ નિર્ણય ન કરવો. અપેક્ષાએ સમજવાનું. કે મેં આજે રોજના ઉપક્રમ કરતાં કોઈ વિશેષ ઉપક્રમ હાથમાં લીધો છે. અને વિશેષ ઉપક્રમ હાથમાં લીધો છે ત્યારે જીવનમાં જિતેન્દ્રિયપણું પહેલાં સાધ્ય કરવું પડશે. આત્માની પ્રભુતાનો અભ્યાસ કરવો છે અને શરીરની, દેહની, દેહના સુખસાધનની ગૌણતા કરવી નથી તો નહીં ચાલે. એ ગૌણ કર્યા સિવાય અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત ચૈતન્ય અને શક્તિથી યુક્ત એવો પ્રત્યક્ષ આત્મા મને પ્રાપ્ત થાય એવી આત્માની વાત કરવી છે તો એ નહીં બની શકે. દેહસુખની અંદર, દેહાધ્યાસની અંદર શાતાશીલિયાપણું, સુખાશીલિયાપણું તે છોડવું નથી. જરાક દસ મિનિટ વહેલું ઊઠવું પડે તો પણ આકરું લાગે છે. અરે ભાઈ ! આ પર્વના) દિવસોની અંદર આત્માને જરા જાગૃત કર કે મારે મારા આત્મા માટે જવું છે. જરાક શરીર ઉપર થોડીક કઠોરતા આવે, થોડો નિગ્રહ આવે, થોડો મન ઉપર નિગ્રહ આવે, થોડી સંકલ્પશક્તિ આવે, થોડો શુભભાવમાં જવા માટે આપણા આત્મવીર્યને આત્મપ્રભાવને જગાવ. એને તું કસોટી ઉપર મુક. ખૂબ વિચારવાનું છે. આ ગુણો છે. “આધાર સુપાત્ર.” સદ્ગુરુ અને સસ્તુશાસ્ત્રની વાત કરે છે કે જે સુપાત્ર છે એને જ એ બંનેનો આધાર છે. સુપાત્ર નથી એને ગુરુ હોય તોય શું ? એટલે કૃપાળુદેવે પત્રાંક-૨૧૨માં કહ્યું, “જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે એવા પ્રત્યક્ષ, દેહધારી, વિદ્યમાન સત્પુરુષનો જોગ આ જીવને પૂર્વે અનંતવાર થયો છે તો પણ ઓળખાણ થયું નથી.પ્રત્યક્ષ જોગ અનંતવાર થયો છે. પ્રત્યક્ષ માટે વિદ્યમાન’ અને ‘દેહધારી’ શબ્દ વાપર્યો છે. અનંતકાળના પરિભ્રમણમાં કોઈ જ્ઞાની ન મળ્યા? અત્યારે કોઈ જ્ઞાની નથી. પણ ચોથા આરામાં સમકિતીઓનું પ્રભુત્વ હતું. ઓહોહો ! કેટલા જ્ઞાની ! જ્યારે તીર્થકર વિચરતાં હોય ત્યારે સમ્યકુદૃષ્ટિ આત્માઓની ધરમાળ હોય. ત્યારે આપણે પણ હતા. અનંતા તીર્થંકરો થયા અને આપણે પણ અનંત કાળથી રખડીએ છીએ. તો ? એક એક તીર્થકરને ઓછામાં ઓછા બે-બે કરોડ કેવળીઓ હોય. આ જઘન્યની વાત છે. ઉત્કૃષ્ટની વાત નથી. અને એક-એક કેવળજ્ઞાનને ૯-૯, ૧૦-૧૦ કરોડ સમકિતીઓ હોય, અને એક સાથે ૧૭૦ તીર્થકરો વિચરતાં હોય, ત્યારે કેટલા કેવળજ્ઞાની અને સમકિતી આત્મા હોય ? જગચિંતામણી ચૈત્યવંદન” જરા વાંચી લેવું. અર્થ સાથે વાંચવું અને સમજવું. ફક્ત કડકડાટ બોલી ન જવું. એ બોલતી વખતે પણ મન બીજે ભમતું હોય. એનો અર્થ એના ભાવ પકડવા જોઈએ કે આ શકશુક સ્તન છે. એમાં ગણધર શું કહે છે ? આમાં એક-એક લીટીમાં એક-એક ગાથામાં કેટલા ભાવ છે ! કેટલાં કેટલાં કેવળીને અને વિદ્યમાન સાધુઓને આ સ્તવનમાં નમસ્કાર કર્યો છે એની સંખ્યા આપી છે. કારણ કે એ સર્વજ્ઞ છે. એને બધા કાળની સંખ્યાનું ત્યાં જ્ઞાન છે. જગચિંતામણીમાં સવારના પહોરમાં કેટલા નમસ્કાર થાય છે ! એટલે આવા પ્રત્યક્ષજ્ઞાની મળે તો પણ એનું ઓળખાણ થતું નથી એનું કારણ જીવમાં સુપાત્રતા નથી. જો સદુગરનો યોગ ન હોય તો ત્યાં તું આત્માદિ અસ્તિત્વના એવાં શાસ્ત્ર તું વાંચ. અને બીજું કહે શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 71T
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy