SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવવો અને સ્વાધ્યાય કરવો. તત્ત્વ શું છે એ જાણવાની જિજ્ઞાસા અને તત્ત્વ શું છે એ સમજવું. પણ સ્વાધ્યાય કેવી રીતે કરવો ? કોનો કરવો? શેનો કરવો ? એટલે અહીં કહે છે કે, “આત્મા આદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર.” જ્યાં આત્મા જ ગાયો છે. જ્યાં આત્મસ્વરૂપની જ પ્રરૂપણા કરવામાં આવી છે. એવાં શાસ્ત્રો પ્રત્યક્ષ સગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર.” એવાં શાસ્ત્રો આ જગતના સુપાત્ર જીવોને માટે આધારરૂપ છે. સુપાત્રતા પહેલાં કહી. પાત્ર વિના વસ્તુ ન રહે, રાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવાં એવો સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. પહેલા પાત્ર થા. પછી શાસ્ત્ર. અને પછી સદ્ગુરુ. જો સદ્ગુરુ મળ્યાં તો એમાં શાસ્ત્ર આવી ગયું. અને બીજી અપેક્ષાએ જો શાસ્ત્ર મળ્યું તો સદગર મળી ગયાં. કારણ કે શાસ્ત્ર કહેનાર સદગર છે. આ અજ્ઞાનીનો બોધ નથી. પૂર્વે પામેલા જ્ઞાનીઓનો બોધ છે. એ પણ સદ્ગુરુ જ છે. કૃપાળુદેવે લખ્યું છે કે, સત્રનો પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે એના વિયોગમાં, એમણે કહેલો બોધ પ્રત્યક્ષ સદ્દગુરુ તુલ્ય માનવો. તો શાસ્ત્ર મળ્યાં એને સંગુરુ મળી ગયાં. અને સદ્ગુરુ મળ્યાં એને શાસ્ત્ર મળી ગયાં. આપણી પાત્રતા કેવી છે એના આધાર ઉપર આ બધું છે. આપણી પાત્રતા નહીં હોય તો પ્રત્યક્ષ સગુરુ મળશે તો પણ ઠેકાણું નહીં પડે. અને શાસ્ત્ર મળ્યા એનો પણ કોઈ ઉપયોગ નહીં. કોઈ ઉપકાર નહીં થાય જો પાત્રતા નહીં હોય તો. બધાનો આધાર સુપાત્રતા. એટલે ત્યાં કહ્યું છે કે, ‘ત્યાં આધાર સુપાત્ર.” અહીં ફક્ત શાસ્ત્ર હાથમાં લઈને બેસી રહેવાનું નથી. પહેલાં સુપાત્રતા કીધી છે. આ સુપાત્રના લક્ષણો, ‘વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું – આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. (પ-૪૦) કૃપાળુદેવે કહ્યું કે, “શાસ્ત્રનો અભ્યાસ નિયમપૂર્વક, ઈન્દ્રિય નિગ્રહપૂર્વક કરવો જોઈએ. શાસ્ત્ર એમને એમ નહીં વાંચવાના. શાસ્ત્ર વાંચતા પહેલાં કંઈક સંયમનો સ્વિકાર કરવાનો. કોઈ નિયમ લઈને શાસ્ત્ર વાંચવાના. એટલે એ નિયમથી ખ્યાલ આવે કે આ શરીરથી પર કોઈ તત્ત્વની વાત હું વાંચું છું. જીવને એનું સમયે-સમયે ભાન થાય. આવો કોઈ નિયમ હોય, આવું કોઈ તપ હોય, આવો કોઈ નિગ્રહ કર્યો હોય અને પછી શાસ્ત્રનું વાંચન થાય. આપણે ત્યાં ભારતવર્ષની અંદર આ શાસ્ત્રવાંચનની પરંપરા છે. આવા શાસ્ત્રો જે વાંચે તે વ્રતધારી બને. એ કોઈ નિયમ લે. જીવનમાં કોઈ સંયમ ધારણ કરે. કોઈ પણ નાનો નિયમ - જે મને સતત સ્મરણ કરાવે કે અત્યારે હું દેહ, સંસાર અને દેહના વિષય અને કષાયથી પર છું. અને એમ પર રહીને મારે શાસ્ત્રનો સ્વાધ્યાય કરવાનો છે. ત્યારે આત્મા અકષાય ભાવમાં આવે છે અને મોક્ષની સમીપ જાય છે. આ જિતેન્દ્રિયપણાથી ઇન્દ્રિયોનો પ્રભાવ ઓછો થાય છે. અને ચૈતન્યના પ્રભાવની બહુલતા થાય છે એટલે શાસ્ત્રોનો પરમાર્થ સમજાતો જાય છે. ગમે તે પ્રકારનું વર્તન હોય, બેફામ સ્વછંદ હોય, ગમે તે પ્રકારની ઉશ્રુંખલતા હોય અને શાસ્ત્ર વાંચીને આપણે પરમાર્થ પામીએ એવી આ વાત નથી. એ શક્ય નથી. ગીતાના અને જ્ઞાનેશ્વરીના FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 70 =
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy