SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે ફરજ બજાવે છે. શેઠને પેઢીમાં લાખ રૂપિયાની ખોટ ગઈ કે લાખ રૂપિયા કમાણી થઈ મુનિમને તેથી શું ફરક પડવાનો ? સુખી હું તેથી કોને શું ? દુઃખી હું તેથી કોને શું ?” સરસ્વતીચંદ્રની કવિતામાં આ વાત કહી છે. જગતની સ્થિતિ આવી છે. વૈરાગ્ય ચિત્તમાં હોવો જોઈએ. જ્યાં ચિત્તમાં વૈરાગ્ય જાગે છે ત્યાં ત્યાગ ટકી શકે છે. એટલે નિષ્કુળાનંદજીએ એવું ભજનમાં ગાયું છે, ત્યાગ ન ટકે રે, વૈરાગ્ય વિના.” જો વૈરાગ્ય વૃત્તિ ચિત્તમાં નહીં હોય તો ત્યાગ ટકી શકશે નહીં. ત્યાગ કરવાના ઉભરા આવશે. આ છોડી દઉં, પેલું છોડી દઉં એવા ભાવ થશે. બાધાઓ લેવાતી જશે. અંતરથી જો ચિત્તમાં વૈરાગ્ય જાગ્યો નહીં હોય, તો ત્યાગ ટકી શકશે નહીં. અને એનું પરિણામ વિપરીત આવવાની પણ સંભાવના છે. જો ચિત્તમાં ત્યાગ-વૈરાગ્યની વૃત્તિ નહીં હોય તો, જે વસ્તુ છોડી હશે, એના નિયમની કાળ-મર્યાદા પુરી થતાં, ચાતુર્માસ પુરું થતાં, ગુરુ મહારાજ અહીંથી બીજે પધારે અને બાધા પુરી થાય એટલે તે વસ્તુ પર તુટી પડે. અથવા તો જે પ્રમાણે છૂટ રાખી હોય તે પ્રમાણે વર્તે. કારણ કે ચિત્તમાં ત્યાગ-વૈરાગ્ય નથી. વૃતિમાં ત્યાગ નથી. અને એવો ત્યાગ નદીમાં પુર આવે એવો હોય છે. જે મૂળથી નુકશાન વધારે છે. એટલે એવો બાહ્ય ત્યાગ હોય ત્યારે કાળમર્યાદા પુરી થાય ત્યારે જે થોડાં સગુણોના છોડ ઊગ્યાં હોય એને પણ મૂળમાંથી નદીના પૂરની જેમ તાણીને લઈ જાય. એકે સદ્ગુણ રહેવા દે નહીં. ઘણીવાર સાંભળીએ છીએ કે આ ભાઈ કે બહેનને દીક્ષાના ભાવ હતા. અને એની Historyમાં આટલાં વર્ષીતપ, સોળભથ્થાં, અઠ્ઠાઈ વગેરે તપસ્યાનું લીસ્ટ હોય. અને વર્તમાન જીવનમાં કેવળ અસંયમ દેખાય. આનું કારણ ચિત્તમાં ત્યાગ-વૈરાગ્યની વૃત્તિ હતી જ નહીં. તેથી સંપૂર્ણપણે સંસારમાં લપેટાઈ જાય. ચિત્તમાં વૈરાગ્ય ન હોય એને જ્ઞાન ન થાય. જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે. બંને એકલા હોતાં નથી. અને જ્યાં વૈરાગ્ય હોય અને જ્ઞાન ન હોય ત્યાં સમજી લેવું કે આનો વૈરાગ્ય ખોટો છે. દૂધના ઉફાણા જેવો છે. પાણીના પૂર જેવો છે. આ વૈરાગ્ય) જાશે ત્યારે જીવનનું સત્ત્વ અને જીવનનાં સદ્દગુણોને પણ લઈ જાશે. “વાસ્તવિક સુખ વિરાગમાં છે. માટે જંજાળ મોહિનીથી આજે અત્યંતર મોહિની વધારીશ મા.” વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.” એમ કૃપાળુદેવે મોક્ષમાળામાં લખ્યું છે. ભોમિયો એટલે માર્ગ બતાવે તે. જેના અંતઃકરણમાં ત્યાગ-વૈરાગ્ય આદિ ગુણો ઉત્પન્ન થયાં નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમ કે મલિન અંતઃકરણ રૂપ દર્પણમાં આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી.” પ્રતિબિંબ સ્વચ્છ દર્પણમાં પડે. પણ જે દર્પણમાં મલિનતા હોય તેમાં પ્રતિબિંબ પડી શકે નહીં. તેમજ માત્ર ત્યાગ-વૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાનું આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચર્યપણું છે. જેથી તે ત્યાગ-વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે, માનાર્થે, સર્વ સંયમ આદિની પ્રવૃત્તિ થઈ જાય. જેથી સંસારનો ઉચ્છેદ ન થાય. માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ આત્મજ્ઞાનને પામે હીં. અહીં કપાળદેવ ભયસ્થાન બતાવે છે. જો જીવ ત્યાગ-વૈરાગ્ય સહિત આત્મજ્ઞાનની સાધના ન કરે તો પૂજા-સત્કાર આદિ પામવાનું શરૂ થઈ જાય. જરાક ત્યાગ-વૈરાગ્ય આવે કે પૂજા-સત્કાર-માન-બહુમાન - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 52 IF
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy