SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આપન્ને રસ્તે ચાલ્યા જતા હોઈએ અને આપણને કોઈની મારુતિ, કે zen ગાડી સામે મળે કે કોઈ મિનિસ્ટરની ગાડી મળે તો કોઈ ફરક પડતો નથી. પણ રસ્તે જતાં કોઈ એવા તપસ્વી, જ્ઞાની પુરુષ, અકિંચન, અપરિગ્રહી એવા મહાત્મા મળે, સંતપુરુષ મળે તો આપણે આપણા વાહનમાં જતાં હોઈએ તો પણ થોભાવીને એમના દર્શન કરીએ. અને આપણે ધન્યતા અનુભવીએ. પાવન થઈએ. આવા પાદવિહારી, ભિક્ષાચારી સંતને જોઈને ભાગ્યશાળી થઈએ. આ દેશની અંદર વ્યક્તિની ઊંચાઈ માપવાના માપદંડ, એની મહાનતા માપવાનાં સાધન – એનામાં ત્યાગ-વૈરાગ્ય કેટલા પ્રમાણમાં છે તે છે. માટે ભગવાન કહે છે, આ અધ્યાત્મ સંસ્કૃતિ છે. જ્ઞાનને પામવા માટે સર્વ પ્રથમ વૈરાગ્ય અને ઉપશમ જોઈશે. વૈરાગ્ય અને ઉપશમ એ બે ધર્મરથના પાયા છે, ચક્ર છે. એના આધાર ઉપર ધર્મરથ ચાલી રહ્યો છે. જો વૈરાગ્ય અને ઉપશમની ભૂમિકા નહીં હોય તો તત્ત્વજ્ઞાનનો બોધ કે શાસ્ત્રના જ્ઞાનના અંકુરો આ અંતઃકરણની ભૂમિ ઉપર ઊગી શકશે નહીં. ઉકરડાની અંદર બીજ ઊગતું નથી. ઉદ્યાનની અંદર પુષ્પ ખીલી શકે છે. તો ત્યાગવૈરાગ્ય અંતરની ભૂમિને શુદ્ધ કરે છે. હવે આગળ કહે છે, ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજમાન. (૭) જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય, અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આર્કીક્ષા ન રાખે. તે પોતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્ય આદિ હોવાથી તે પૂજા સત્કાર આદિથી પરાભવ પામે અને આત્માર્થ ચૂકી જાય.' ભગવાન કહે છે ત્યાગ-વૈરાગ્ય જેને ચિત્તમાં નથી તેને જ્ઞાન ક્યાંથી થાય ? વૃત્તિઓનું ઉત્પન્ન થવું ચિત્તમાં છે. આપણે દેહથી ત્યાગ ઘણો કરીએ છીએ. ચિત્તથી ત્યાગ કેટલો ? ચિત્ત-શબ્દ બહુ વિચારવાનો. ચિત્તમાં ત્યાગ એટલે વસ્તુ પ્રત્યે આસક્તિ ભાવ ન હોવો તે. વસ્તુ પ્રત્યે મોહબુદ્ધિનો અભાવ. વસ્તુ હોય છતાં તેના પ્રત્યે તેનું મમત્વ ન હોય. તેને કહેવાય ચિત્તમાં ત્યાગ, આલોચનાના પાઠમાં આ વાત આવે છે. “અહીં સમદષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતરગત ન્યારો રહે, જ્યું ધાવ ખીલાવે બાળ. આયા કે ગવર્નેસ હોય તે છોકરાને ખવડાવે, પીવડાવે, નવડાવે, એની માવજત કરે. પણ એને અંતરથી છોકરાં પ્રત્યે મમત્વ નથી. કારણ કે એને અંતરથી પુરી શ્રદ્ધા છે કે આ મારો નથી. અને આ મારો થવાનો પણ નથી.’ એના ચિત્તમાં બાળક પ્રત્યે કોઈ માતૃત્વનો ભાવ નથી. કાળજી જનેતા-મા કરતાં પણ સારી લે છે. અને છતાં ભાવ માતૃત્વની નથી. મુનિમજી પેઢી પર હોય. વેપાર ધંધો કરતા હોય. પણ અંદરમાં ભાવ માલિકીનો નથી. પગારદાર - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -51
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy