SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ સર્વમાન્ય છે. જ્યાં જ્ઞાન છે, જ્યાં ભદ્રિકતા છે, જ્યાં મુમુક્ષતા છે, જ્યાં સાધકતા છે, જે વીતરાગ. માર્ગનો અનુયાયી છે એને આત્મસિદ્ધિની સામે કાંઈ કહેવાપણું નથી. ‘તેમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે.” આત્મસિદ્ધિમાં ભૂલ દેખનારે સમજવાનું કે ભૂલ મારામાં છે. ‘આત્મસિદ્ધિની ગાથાઓમાં મનને રોકવું હિતકારી છે. સોભાગભાઈએ પણ ઉપયોગ એમાં જ રાખવા કહ્યું છે.” આપણે વાતો વીરની કરીએ છીએ. અને વર્તન ઢીલું, ઘેંસ જેવું કરીએ છીએ. એટલે કહે છે થાકી જતા નહીં. ‘સોવાર, હજારવાર આ ગાથાઓ બોલાય તો પણ હરકત નથી. લાખવાર બોલાય તો ય ઓછી છે. તેમાં જણાવેલ આત્મા મારે માન્ય છે. જ્ઞાની પુરુષે તેમાં આત્મા પ્રગટ જણાવ્યો છે. એવી શ્રદ્ધા રાખીને કેડ બાંધીને પુરુષાર્થ કર્તવ્ય છે. પુરુષાર્થ કર્યા સિવાય કાંઈ બનતું નથી.” સતત આ ગાથાઓ બોલ્યા કરવાનું પ્રભુશ્રી જણાવે છે. કામ કરતાં કરતાં, રસોઈ પાણી કરતાં, ઠામ વાસણ, કચરાં પોતાં, દુકાન-ધંધો, ઘરાક-ઑફિસ, હાલતાં-ચાલતાં, ટ્રાવેલિંગમાં-રસ્તામાં, જતાં- આવતાં, થોડાક ઉપયોગથી કામ કરતા રહેવું. શરીર એના ઉદય કર્મ પ્રમાણે કામ કર્યા જ કરશે. એની ચિંતા નથી કરવાની. તારું મન આત્મસિદ્ધિની ગાથાઓનાં રટણ, મનનમાં સતત રહેવું જોઈએ. અંદરમાં જ્ઞાનધારા ચાલવી જોઈએ. બહારમાં કર્મધારા ચાલ્યા જ કરે. કર્મધારા તો અટકવાની જ નથી. કારણ કે સમયે સમયે કર્મનો ઉદય છે. એટલે આપણી ઇચ્છા હોય તો પણ કર્મધારા અટકવાની નથી. તો જ્ઞાનધારાને શા માટે બંધ કરી દીધી છે ? તેં કર્મધારાની સાથે જ્ઞાનધારાને જોડી દીધી છે. એનાં કરતાં જ્ઞાનધારાને જુદી જ રાખને. કર્મધારા છે એ દેહનું કામ છે. જ્ઞાનધારા છે તે ચૈતન્યનું કામ છે. બેયને જુદા-જુદા કામ કરવા દે. તું ગમે તેટલી જ્ઞાનધારાને સાથે લગાડીશ તો પણ કર્મ તો ઉદય પ્રમાણે થયા જ કરશે. આપણી ઇચ્છા પ્રમાણે કંઈ નહીં થાય. કોઈ કર્મપ્રવૃત્તિ અટકશે નહીં અને સંતાપ થાશે તે વધારામાં. અને નવા કર્મ બંધાય છે. ભગવાન સરળ માર્ગ બતાવે છે કે હે જીવ ! તું બેય કર્યા કર. બેય થાવા દે. તું ખાલી જોયા કર. સાક્ષી બની જા. પછી લખે છે, “આત્મસિદ્ધિ અમૂલ્ય છે. રિદ્ધિ-સિદ્ધિ અને અનેક ચમત્કારોથી તે ભરેલી છે. પણ સમજાય કોને ? આત્મસિદ્ધિમાં આત્માની રિદ્ધિ-સિદ્ધિ છે. આ સંસારની કે લૌકિક રિદ્ધિસિદ્ધિની વાત નથી. અને જો આ રિદ્ધિ-સિદ્ધિ સમજાય તો પછી જીવ એમાં અટકાય નહીં. એને એનું કામ નથી. પણ એ અપુર્વ વચનો છે. વિશ્વાસ કરવા યોગ્ય છે. ભલે મને ન સમજાય. પણ પરમકૃપાળુ દેવને તો સમજાયું છે ને ?” “મેં તો આત્મા જાણ્યો નથી, સદ્ગુરુ રાજે જાણ્યો છે. એણે જાણ્યો-જોયો અનુભવ્યો એવો આત્મા છું' બસ. આ જ શ્રદ્ધા કર. કે મારા ગુરુને સમજાયો છે. અને મારો ગુરુ પૂર્ણ છે. પહેલાં આવી સપુરુષની શ્રદ્ધા કર. આપ્ત પુરુષની શ્રદ્ધા વિના કોઈ જ્ઞાન ઉપલબ્ધ થાય એમ નથી. આગમ પણ આપ્ત પુરુષની શ્રદ્ધા વિના નહીં સમજાય. નહીંતર આગમ પણ અનર્થનું કારણ બને. આગમ કહેનારા પુરુષોનાં વચનમાં, આ પુરુષ વિશ્વાસ કરવા યોગ્ય છે. એવી અડગ શ્રદ્ધા. અને કૃપાળુદેવ લખે છે, “તીર્થકરના સમવસરણમાં રહેલ નિર્ગથ અને નિગ્રંથનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ એમને કાંઈ જીવ અજીવનું જ્ઞાન હતું, તત્ત્વનું જ્ઞાન હતું, માટે એને સમક્તિ નથી કીધું. પણ માત્ર આ પુરુષ સાચા પુરુષ છે. આ જેમ કહે છે 1 શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 32 TE
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy