SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ એવી રીતે આ જીવ સંસારમાં સતત, જેટલું જીવીતવ્ય છે, તેટલા આયુષ્યની હર પળ ૫૨પરિણતિમાં ગાળે છે. એટલે સોભાગભાઈ લખે છે, આ જાવ સમયે સમયે પરપતિમાં મરી રહ્યો હતો. એક સમય એવો નથી કે જ્યારે આ વ પરપરિગતિ સિવાય હોય. પર સાથે જ આપણી પરિણતિ છે. સ્વપરિત્રનિ નથી. કારણ કે સ્વની હજુ પ્રતીતિ થઈ નથી. માટે શુભ કે અશુભ પદ્ધિતિ કરવામાં જ અનંતકાળ વિત્યો છે. શુભ-અશુભનું કર્મ ફળ બંધાતું જ જાય છે. અને ફરી એ ફળ ભોગવતાં વખતે શુભ-અશુભમાં જોડાઈ જાય છે. અને આમ જ સંસાર ચાલ્યા કરે છે. આ જ ચકરાવો ચાલે છે એટલે નિવૃત્તિ ક્યારેય થતી નથી. ૫૨૫રિણિતમાંથી નિવૃત્તિ થાય ત્યારે આ વિષ ચક્કર તુટે. આનંદઘનજીએ મહાવીર સ્વામીના ચોવીસમાં સ્તવનમાં આ વાત મૂકી છે. આલંબન સાધન જે ત્યાગે, પર પાિતિ ને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદ ઘન પ્રભુ જાગે રે.’ વીરજી આમાં ઉત્કૃષ્ટપણે કહ્યું છે, કે હે પ્રભુ ! આત્માપણું તો નિજ પદમાં છે. પણ હું તો અત્યાર સુધી પરપરણિતમાં ભાગતો હતો. પણ વીરપણું તે આતમઠાણે જાણ્યું તુમચી વાણે રે.' આ વીરપણું, આ વીતરાગ પદ એ તો મારા આત્મામાં છે. એવું મને અત્યાર સુધી ભાન નહોતું. હું તો પરપરિગતિમાં હતો. એવી જ રીતે પૂ. લઘુરાજસ્વામી, જેમને આત્મસિદ્ધિ' મળી અને વરસો સુધી જેમણે આત્મસિદ્ધિનો ચારે બાજુ ગુંજારવ કરાવ્યો છે. કંઈક વોને આ બોધ આપીને પ્રભુના માર્ગની સમીપ લાવ્યા છે. એ એમના ઉપદેશમાં પત્રાવલી ૧૫૬ માં લખે છે, સંવત ૧૯૯૦ - અષાઢ સુદ સાતમના, જુઓ આ સંતના શબ્દો શું છે ? જેથી આપણને એનું માહાત્મ્ય સમજાય, તો હવે આપણે ચુકીએ નહીં. ભગવાનના કહેલા ભાવ શું છે ? તેમણે ક્યાં-ક્યાં બતાવ્યા છે તે સમજવા પ્રયત્ન કરીએ. પ્રભુશ્રી લખે છે, ‘આત્મસિદ્ધિમાં આત્મા ગાયો છે. એમાં કોઈ ધર્મની નિંદા નથી, ચૌદ પૂર્વનો સાર તેમાં છે. એટલે ગમે તે ધર્મ માનનાર હોય એની સાથે આત્મસિદ્ધિ વિશે વાત થાય અને તે સાંભળે તો તેને તે રુચે તેમ છે.’ આત્મસિદ્ધિમાં માત્ર આત્મા જ ગાયો છે. કોઈ ધર્મની વાત નથી કીધી. એટલે કે કોઈ ધર્મનું સાંપ્રદાયિક સ્વરૂપ કે ક્રિયાકાંડની વાત આમાં ભગવાને કહી નથી. આત્માનો બંધ કેવી રીતે અને મુક્તિ કેવી રીતે ? આ બંને વાત જ આમાં કહી છે. ‘આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી વાતો છે. ગમે તે માર્ગનો, ગમે તે મતનો, ગમે તે શાસ્ત્રનો, ગમે તે ધર્મનો આગ્રહી હોય તો પણ આત્મસિદ્ધિમાં અંદર દર્શાવેલ માર્ગની અંદરના તત્ત્વનો એ વિરોધ કરી શકે એમ નથી. સૌ વર્ષ થયાં આત્મસિદ્ધિ ઉપર અનેક ભાષ્યો લખાયા છે, પણ એનો કોઈ વિરોધ કરે એ સંભવિત નથી. જ્ઞાની પુરુષની વાણીની આ લબ્ધિ છે. તેમની વાણીનું અવિરોધપણું એ એમનું લક્ષણ છે. અને બધા જ ધર્મના, સંઘના, સંપ્રદાયના, મતના મહાનુભવોએ આત્મસિદ્ધિ હાથમાં લીધી છે, અને સર્વશ વીતરાગ પરમાત્માના બોધને સાદી ભાષામાં સમજાવવા ઇચ્છા થાય ત્યારે આ જ દોહા મુખમાંથી નીકળે છે. કારણ કે આથી સરળ અને સુગમ રીતે આત્મા સમજાવી શકાય એવી બીજી કોઈ સ્થિતિ છે નહીં. આ આત્મસિદ્ધિનો ચમત્કાર છે. આત્મસિદ્ધિ - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૰ 31
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy