SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ એવી સ્થિતિ છે. ભગવાને પોતે કહ્યું છે કે જે કોઈ મુમુક્ષુ આનું મુમુક્ષભાવથી રટણ કરશે તેને એની ફલશ્રુતિ થશે જ. આ જ્ઞાન, સમજણ આત્મામાં જ છે અને આત્મા તો મારી પાસે જ છે. તો મને જરૂર સમજાશે જ. એટલે કપાળદેવે કહ્યું, ‘જીવ તો દિશામૂઢ થયો છે. એટલે એને સમજાતું નથી. પણ આ ધર્મની વાત એ તો પોતાની વાત છે. કેમ ન સમજાય ? આ જીવ જો સહજમાં વિચાર કરે તો સહજમાં મોક્ષ પામે. કારણ કે આ કોઈ બીજાના સ્વરૂપની વાત નથી. અન્યની વાત નથી કે છુપાવે, કે પુરેપુરી ન કહે. આપણી વાત આપણે કેમ ન જાણીએ ? આપણા દુષ્કૃત્યો આપણા ધ્યાનમાં કેમ ન આવે ? આપણો વિભાવ આપણને પકડાય કે નહીં? એટલે કહે છે હે શિષ્ય ! આ કર્મમાં ચેતન ભાગ ભજવે છે. એટલે અહીં કહ્યું, ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. (૮૫) ‘ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે, અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિઃસત્ત્વ થયે નિવૃત્ત થાય છે? સદ્દગુરુ કહે છે, ભાઈ ! તું ઈશ્વરને વચમાં લાવજે જ નહિ. પરમેશ્વર કરશે એવું સમાધાન લેવું જ નહીં. હું જ મારા ભાગ્યનો વિધાતા છું. હું જ એનો કર્તા છું, હું જ એનો ભોક્તા છું અને હું જ મારા મોક્ષ પદનો સૃષ્ટા છું. આ સર્જનહાર બીજો કોઈ નથી. હું જ છું. મારા સ્વરૂપનું સર્જન કરનાર હું જ છું. જૈન દર્શનમાં દ્રવ્યની અખંડીતતા, આત્મદ્રવ્યની સ્વતંત્રતા, કેવી મુકી છે. અદ્દભુત છે ! એમાં કાંઈ ઈશ્વરની જરૂર નથી. ‘કર્મ સ્વભાવે પરિણમે અને થાય ભોગથી દૂર.” દરેક ચીજ એનો કાળ પુરો થાય એટલે નિઃસત્વ થઈ જા. દવા ઉપર Expiry-date લખી હોય કે નહીં ? ઔષધમાં જે શક્તિ છે તેની સમય મર્યાદા લખી હોય ત્યાં સુધીમાં જ એ અસર કરે. ત્યાં સુધી જ વપરાય. એમ કર્મ ઉદયમાં આવે એની કાળ સ્થિતિ છે. કાળસ્થિતિ પુરી થાય એટલે કર્મ ચાલ્યુ જાય – નહીંતર અનંતકર્મમાં આપણો વારો કે દી. આવે ? જગતમાં કોઈપણ સ્થિતિ, કોઈપણ પ્રસંગ, સુખ દુઃખ કાંઈ પણ કાયમી રહેતા નથી. (સન્યાસીએ રાજાને માદળિયું આપ્યું હતું જેમાં લખ્યું હતું, “આ પણ ચાલ્યું જાશે.') ‘સુખ-દુઃખ વાદળાં, શ્વેત ને શામળાં’ – કોઈ સ્થિતિ કાયમી નથી. શરીર કાયમી નથી તો દુઃખ ક્યાંથી કાયમી હોય ? બધી વસ્તુ કાળક્રમે કરીને નિવૃત્ત થાય. ઔષધનો power પણ ચાલ્યો જાય. હોમિયોપેથીક દવામાં ખાસ એવું બને. એમ કેટલાંક કર્મો એવાં હોય છે કે જરાક તપ કરો તો ભાગી જાય. ઊભાં ન રહે. જેના દર્શને તો અદૂભુત યોગ આપ્યો છે. જૈન દર્શન કહે છે કર્મના પ્રાદુર્ભાવની શક્તિને તું ક્ષીણ કરી નાખ. તેજાબ જલદ હોય. બાળી નાખે. પણ સાથે એક બાલદી પાણી નાખીએ એટલે એની અસર મંદ થઈ જાય. સીરપ લઈએ તો, એક ચમચી દવા + એક ચમચી પાણી. dilute કરી નાખો. FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 213 E=
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy