SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ છ રસના ભોજન કર્યો. કોશાએ એને પતિત કરવા માટે ઉત્કૃષ્ટ પ્રકારનાં નૃત્યો કર્યા, આભુષણ સર્જયા, પણ આ મુનિ સ્યુલીભદ્ર ગુરુની આજ્ઞા લઈને ત્યાં ચાર્તુમાસ કરવા ગયા હતા તે, અણીશુદ્ધ સંયમથી, વિતરાગ સંયમથી પાછા આવ્યા. ગુરુ કહે છે, “દુષ્કર ! દુષ્કર ! દુષ્કર ! આવું અદ્ભુત પરાક્રમ તો કોઈ સાધી શકે એમ નથી.” અને સિંહગુફાવાસી એવા ગુરભાઈને મનમાં મત્સરભાવ આવ્યો, ઇર્ષા થઈ કે મેં ચાર્તુમાસ સિંહની ગુફાના દ્વાર ઉપર કાઢ્યું. ગમે ત્યારે સિંહ ફાડી ખાય એવી રીતે ત્યાં ચાર માસ કાઢ્યા. તો પણ ગુરુએ મને દુષ્કર ! દુષ્કર ! દુષ્કર ! ન કહ્યું. થુલીભદ્રને કહ્યું. એટલે બીજા ચાતુર્માસમાં એણે કોશાને ત્યાં ચાતુર્માસ કરવાની આજ્ઞા માંગી. સ્વયંભૂસૂરી આચાર્યે કહ્યું, તારું કામ નથી. તો કહે, ‘તમને એના પ્રત્યે પક્ષપાત છે. મને આજ્ઞા આપો.” સિંહની ગુફાના દ્વાર ઉપર ચારિત્રનું જતન કરવું સહેલું છે પણ કામિનીના ઘેર ચારિત્રનું પાલન કરવું કઠિન છે. દુષ્કર છે. ગુરુ જ્ઞાનવંત છે. કર્મના ઉદયને જુએ છે. મુનિ કોશાને ત્યાં જાય છે અને પતિત થઈને રખડી મરે છે. જૈન કથાનુયોગમાં કહ્યું છે કે આવતી ૮૪ ચોવીસી સુધી સમાજ તેમને ભૂલશે નહીં. થુલીભદ્રની અમરતા કરી દીધી છે. એ ભગવાન મહાવીર ! ગણધર ગૌતમ ! એની સાથે સ્થૂલભદ્રની સ્તુતિ છે. “મંગલમ્ ભગવાન વીરો ! મંગલમ્ ગૌતમ પ્રભુ ! મંગલમ્ સ્યુલીભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ્.” આ જૈન ધર્મનો એ સિતારો છે. આવતી ૮૪ ચોવીશી સુધી સ્યુલીભદ્ર પ્રાતઃ સ્મરણીય રહેશે. તેમની પરાકામતા જગતના પટ ઉપર સદાય ગવાતી રહેશે. આવી જીવની સ્થિતિ છે. એટલે જ કહે છે કે, કારણ વિના ન કાર્ય તે, એ જ શુભાશુભ વૈદ્ય.” આ શુભ અને અશુભ આપણે જે વેદીએ છીએ, એનું કંઈક કારણ તો હશે ને ? કારણ વિના મને દુઃખ પડે છે ? કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે, “ઇચ્છા નથી છતાં જે દુઃખ વેદવું પડે છે તો તે દુઃખનું કોઈ કારણ હોવું જોઈએ. એમ સમજીને જ્ઞાની પુરષોએ પોતાનો વિચારયોગ શરૂ કર્યો. એમાંથી આત્મા, પરમાત્મા, મોક્ષ વગેરે સિદ્ધાંતનો આવિર્ભાવ થયો. સત્યની ઉપલબ્ધિ થઈ. વિચારમાંથી થઈ. એક વિચારની કણિકા, “મારી ઇચ્છા નથી. હું માંગતો નથી, ઇચ્છતો નથી, છતાં મારે દુઃખ ભોગવવું પડે છે. જે સ્થિતિ જે સંજોગો મારે જોઈતા નથી તે આવીને મારા ઉપર પડે છે. જેને માટે બધી જ પ્રકારની હું રક્ષા કરું છું છતાં એ વસ્તુ થઈને જ રહે છે. જરૂર એનું કોઈ કારણ હોવું જોઈએ. There can not be an effect, without having a cause. કોઈ પરિણામ દુનિયામાં એવું નથી કે જેના માટે થઈને દુનિયામાં કારણ ન હોય. આ અસર છે, પરિણામ છે તો જરૂર એનું કોઈને કોઈ કારણ હશે. જગતમાં કોઈ એવું પરિબળ કામ કરી રહ્યું છે જે મને આ સ્થિતિમાં મુકે છે. અને આજથી હજારો વર્ષો પહેલાં આ દાર્શનિકોએ, આ વિતરાગ દર્શનના વૈજ્ઞાનિકોએ આ શોધખોળ આદરી હતી. એમાંથી એમણે કર્મનો સિદ્ધાંત, આત્મા, પરમાત્મા, મોક્ષ સ્વરૂપ, આત્માના છ પદ વગેરે તત્ત્વ મેળવ્યું અને કહ્યું જો આ કારણ અને કાર્ય. આ કર્તાપદ અને ભોક્તા પદ, આ શોધી કાઢ્યું. આ આત્મસિદ્ધિ સરળ ભાષામાં આપણને વિતરાગ વિજ્ઞાન સમજાવે છે. આ આત્મસિદ્ધિનો મહાન ઉપકાર છે. ગાથાઓ વાંચ્યા કરવી, બોલ્યા કરવી. એના ઉપર ચિંતન કરવું, મનન કરવું. સૌને સમજાશે. સૌની સમજી શકાય FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 212 =
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy