SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું છે એવું જ તું પામી રહ્યો છે. તે જે વાવ્યું છે એવું જ તું લણવાનો છો. વસુંધરાના ન્યાયની અંદર કોઈ ગરબડ નથી. કુદરતના કાનુનમાં કોઈ ફેરફાર નથી. કર્મના સિદ્ધાંતમાં અટલતા છે. એમાં ચલવિચલપણું કે વિકળપણું પણ નથી. કાંઈ ફરે નહીં. એટલે શિષ્ય તો આભો થઈ ગયો ? કે કર્મ જ ફળનો દાતા થઈ ગયો. શિષ્ય કહે છે, કર્મ કંઈ જાણતું જ નથી. સગુરુ કહે છે, કર્મને કાંઈ જાણવાની જરૂર જ નથી. એ તો એના સ્વભાવ પ્રમાણે પરિણમે. અને એની મેળે તને એનું ફળ મળે એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વધે. (૮) ‘એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કરૂપપણું, સુરૂપપણું. એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે. કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી.’ જુઓ – “Religious and science goes together.” પશ્ચિમના લોકોની કલ્પના જુદી છે અને આપણે એના ભ્રમમાં આવી ગયા છીએ. પણ Religion is nothing but science. It is it-self is science. સાચો ધર્મ છે એ જ વિજ્ઞાન છે. જ્યાં ખોટો ધર્મ છે તેઓ એમ કહે છે કે ધર્મને વિજ્ઞાન સાથે ક્યાંય મેળ નથી. મેળ નથી એનું કારણ કે તર્ક શુદ્ધ નથી. વસ્તુનો સ્વભાવ સાથે સંકલિત નથી. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે હવે વસ્તુના સ્વભાવને જે જાણતો નથી, એ ધર્મની વાત કરે અને પછી તે વાતને બેસાડવા માટે પોતાની કલ્પના મૂકે, સિદ્ધાંતમાં કલ્પનાનું આરોપણ કરે, તો પછી ધર્મને અને વિજ્ઞાનને મેળ તૂટી જાય છે. એટલે ઘણીવાર લાગે કે ધર્મની વાત વિજ્ઞાન સાથે સુસંગત નથી. પણ અહીં તો અસંગતિનું કોઈ કારણ જ નથી. કારણ કે કર્મનો, પુગલનો સ્વભાવ જાણીએ છીએ, ‘કર્મ સ્વભાવે પરિણમે.” એ પોતે પોતાના સ્વભાવથી થાય. એટલે શુભાશુભપણું આપ્યા જ કરે. એટલે ભોક્તાપણું થયા જ કરે. ભાઈ ! આ જગતમાં એક રાંક છે, એક નૃપ છે, એક પ્રધાન છે, એક પટાવાળો છે, એક Boss છે એક servent છે. એકને ખજાનો ખૂટે એમ નથી અને બીજાને ખાવાનું ઠેકાણું નથી. એકને ત્યાં પેટી બંધ વસ્ત્રો પડ્યાં છે, એકને તન ઢાંકવા માટે નાનું એવું વસ્ત્ર પણ ઉપલબ્ધ નથી. એક મહાવિદ્વાન બાહોશ છે, એક ગાંડો છે. એક સશક્ત છે અને બીજો લુલો, લંગડો અને પાંગળો છે. સંસારમાં જેટલા જીવો છે, એના પ્રત્યેકના વ્યક્તિત્વને જોતાં એની જે સંપદા છે, બધાય મનુષ્ય છે, all men are equal, છતાં બે વચ્ચે સમાનતા નથી. બુદ્ધિની સમાનતા નથી. શરીર સંપત્તિની સમાનતા નથી. દ્રવ્ય સંપત્તિની, શિક્ષણ સંપત્તિની, સમજણની, પરિગ્રહની, એના ભાવ અભાવની - કોઈની પણ સમાનતા નથી. જગતમાં આટલી વિચિત્રતા છે એટલે દરેક માણસ પોતાની રીતે જુદો છે. બે માણસ એક સરખા લઈ આવો જોઈએ. એની આંખ, કાન, શરીર કાંઈ પણ સમાન નથી. એક હાથની બધી જ આંગળીઓ કે એક જ વ્યક્તિની બે આંખ પણ સમાન નથી. ત્યેક વ્યક્તિના બે અંગુઠાની છાપ પણ સમાન નથી. આટલું વિચિત્રપણું ! કારણ કે આ દેહ છે તે કોઈ E| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 210 GિE
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy