SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કહે છે કે ‘જીવવીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જડધૂપ.' સ્ફૂરણા એ જીવના વીર્ય ગુણની શક્તિ છે. જે વડે જડ એવાં કર્મો જીવનાં પ્રદેશોથી ગ્રહણ થાય છે. કાર્પણવર્ગણાઓ જડ સ્વભાવી છે. માટે તે આપોઆપ જીવને ચોંટી ન શકે. એટલે ભગવાન કહે છે કે જીવની સ્ફુરણાથી જીવને આ કર્મ લાગેલાં છે. હવે શિષ્યને સિદ્ધાંત સમજાવે છે, કે કર્મ જડ છે પણ દ્રવ્યકર્મ જડ છે. ભાવકર્મ – ભાવ તો ચેતન વગર થાય નહીં માટે તે ચૈતન છે, તો કર્મ જડ પણ છે અને ચેતન પણ છે. જીવ વીર્યની સ્ફુરણા એ કર્મ બંધાવામાં નિમિત્ત કારણ છે. એ વિના કર્મ બંધાય નહીં, એ જીવ વીર્ય એ ચૈતનશક્તિ છે. તો તું એકાંતે કેમ એમ માની બેઠો છે કે કર્મ જડ છે ? જીવના સદ્ભાવ વિના, કાર્યણવર્ગણા અથવા ૫૨માણુમાંથી કર્મનું – દ્રવ્યકર્મનું સ્વરૂપ કોઈ કાળે થાય નહીં. ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ,' સદ્ગુરુને કહેવું છે કે, કર્મમાં કેટલી તાકાત છે. સદ્ગુરુની શાસ્ત્રને કહેવાની યુક્તિ પણ સમજવી જોઈએ. કર્મ જડ કીધાં પછી આ સદ્ગુરૂએ સમાધાન આપ્યું છે. એને બતાવવું છે કે, આ કર્મના પરિણામરૂપે જે ફળ આવશે તે તારે ભોગવવાના છે. અને આ કર્મ જ તને પરિણામ આપશે. અને તું માનશ કે કર્મ જડ છે. પણ ભાઈ ! આ ભાવ કર્મ છે એ નિજકલ્પના છે માટે એ તો ચેતનરૂપ છે. એટલે અડધું સમાધાન અહીં થઈ ગયું કે આ જીવનાં જે કર્મો છે એમાં ચેતન તત્ત્વ એની પ્રેરણામાં પડેલું છે. જીવવીર્યની સ્ફૂરણા પડેલી છે. તો કાર્મણવર્ગણાના પુદ્ગલ પરમાણુ જે જડ છે, તે દ્રવ્યપણાની સ્થિતિને પામે છે. કર્મને ‘જડ-ગ્રૂપ’ કીધાં. કર્મ તો જડ-ધૂપ” જેવાં છે પણ ગ્રહણ કરવાનું કારણ જીવવીર્યની સ્ફૂરણા છે. એટલે આ કર્મની અંદર ચેતનનું સ્વરૂપ છે. અને ચેતનનો ભાગ તે તો જીવ તત્ત્વનો જ છે. કારણ કે વ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં ચેતન ભાવ નથી. એટલે પહેલું પદ પાછું યાદ કરવું પડે કે ચેતન એ પ્રગટ લક્ષણ છે અને જીવ દ્રવ્ય સિવાય, જગતના બીજા પાંચ દ્રવ્યના જે અનંત પુદ્ગલ પરમાણુ છે, તે એકેમાં ચેતન નામનો ગુણ નથી. જ બીજા ગુણ કદાચ બીજા દ્રવ્યમાં પણ છે. જેમ કે અરૂપીપણું જીવમાં પણ છે અને આકાશમાં પણ છે. નિરંજનપણું જીવમાં પણ છે અને ધર્માસ્તિકાયમાં પણ છે. પણ જો ચૈતન્ય નામનો જે ગુણ છે, ચૈતન્ય નામનું જે લક્ષણ છે, ઉપયોગ નામનો જે ગુણ છે, એ જીવ સિવાય જગતમાં ક્યાંય નથી. આ વાત પહેલાં પણ કહેવાઈ છે. એ ચૈતન્ય ગુણ હોવાનાં કારણે, એ ચેતન જે છે તે કર્મમાં કારણભૂત છે. એના કારણે આ પુદ્ગલ પરમાØએ ચૈતનની સ્થિતિને ધારણ કરી છે. ઝે૨ સુધા સમજે નહિ, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. (૮૩) ઝેર અને અમૃત પોતે જાણતાં નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તો પણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તો પણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતના પરિણામની રીતે ફળ પામે છે.’ જુઓ સદ્ગુરુએ ફળદાતા તરીકે કર્મને જ બેસાડી દીધા. કેવી રીતે ? શિષ્યે પૂછ્યું છે – કે જડ કર્મને શું ખબર પડે ? ગુરુ કહે છે, જડ કર્મ ને કાંઈ ખબર ન પડે. વાત સાચી છે. પણ જેવું જડ લેવામાં = શ્રી આત્મસિડિશાસ્ત્ર 208
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy