SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ વાયુ વાયુમાં, માટી-માટીમાં. એ બધા પુદ્ગલ પરમાણુ પાછાં યથાસ્થાન ચાલ્યાં જાય. એ રોજ પસીના વાટે, આંસુ વાટે, મેલ વાટે, ઉત્સર્ગ વાટે રોજ જતાં જ હોય છે. આ આત્મા જ ચૈતન્ય છે. એમાંથી કંઈ જતું નથી, અખંડ છે. અભંગ છે. અભેદ છે. એટલે કુપાળુદેવ કહે છે કે જડથી ચેતન ઉત્પન્ન થાય એવો અનુભવ કોઈને ક્યારેય થયો નથી. કે ચેતનથી જડ થાય એવો અનુભવ પણ નથી. એવું એકે ઉદાહરણ છે કે જડ પદાર્થ પર લેબોરેટરીમાં પ્રક્રિયા કરીને એમાંથી ચેતન બનાવ્યો ? કે પદાર્થરૂપે નવો જીવ થયો ? સંયોગરૂપે થયો ? શક્ય નથી. આ શક્ય નથી. એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય.” જ્ઞાની કહે છે કે જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે. સમયે-સમયે જીવના પર્યાય બદલાયા જ કરે છે. પણ એ ચેતન જ હોય. જીવના પર્યાય જડ થાય ખરા ? અને પરમાણુ અચેતન હોવાથી એના પર્યાય પણ અચેતન છે. એટલે કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં, જીવના પર્યાય અચેતન નથી. અને પરમાણુના પર્યાય સચેતન નથી. માટે જો પરમાણુના પર્યાયમાં જ ચેતનતા નથી તો મૂળ વસ્તુ વગર ચેતન ઉત્પન્ન કેવી રીતે થાય ? જડના પરમાણુમાં ચેતનપણું નથી. તો જડથી ચૈતન્ય એવો જવ ઉત્પન્ન કેવી રીતે થાય ? મારે આજે સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવી છે. પણ એમાં જો સાકરનો ઉપયોગ ન કરવામાં આવે તો એ વાનગીમાં મીઠારા આવે ક્યાંથી ? એમ જો જવની રચના કરવી હોય તો જડમાંથી કોઈ ચેતનની પર્યાય હોય તો જડમાંથી ચેતન ઊપજે. પણ જડની પર્યાય તો જડ જ છે. આપણે સંયોગોથી કોઈ પદાર્થ બનાવીએ તો એની મેળવણી કરતી વખતે પચ્ચીસ જાતનાં મસાલા નાખીએ અને જેવા મસાલા નાખીએ તે પ્રમાણે એ વાનગી સ્વાદિષ્ટ બને. તો અંદર નાખેલી સામગ્રીમાં એ ગુણ છે જે વાનગીમાં આવ્યો છે. તો જો ચેતનની ઉત્પત્તિ કરવી હોય તો ચેતન પર્યાયવાળી કોઈ સામગ્રી તો જડમાં નાખવી પડશે ને ? હવે એવી જડની કઈ પર્યાય છે કે જે પર્યાય ચેતન છે ? કોઈ કાળની અંદર જડના પર્યાય સચેતન હોય નહીં. અને ચેતનના પર્યાય અચેતન હોય નહીં. એટલે ચેતનમાંથી યે જડ થાય નહીં. અને જડમાંથી કોઈ ચેતન થાય નહીં. આ સિદ્ધાંત. આ વ્યવસ્થા છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ઘણાં એમ કહે છે કે ધર્મને અને વિજ્ઞાનને કાંઈ સંબંધ નથી. આથી વધારે બીજું વિજ્ઞાન ક્યાં લેવા જાશું ? વિતરાગ વિજ્ઞાન. આ વિજ્ઞાન – દુનિયામાં, પશ્ચિમના દેશોના હાથમાં આ જૈનદર્શન આવ્યું અને જ્યાં એ જર્મનીના ને બધા વૈજ્ઞાનિકોએ વાંચ્યું – તત્ત્વાર્થસૂત્ર'નું હમણાં ભાષાંતર થયું – અને બર્કીંગહામ પેલેસની અંદર મહારાત્રી વિક્ટોરિયાને જ્યારે આપવામાં આવ્યું – અને અમુક વૈજ્ઞાનિકોએ એ જોયું કે તત્ત્વનું સ્વરૂપ જ્યાં જૈનદર્શનની અંદર મુક્યું છે એનું Englishમાં ભાષાંતર હતું. હજુ English આ વાતને પકડી શકતું નથી. કારણ કે એ ભાષામાં જ સામર્થ્ય નથી. English માં એ શબ્દ આવે ક્યારે ? કોઈએ એ વસ્તુનો અનુભવ કર્યો હોય તો એ શબ્દની ઉત્પત્તિ થાય ને ? શબ્દની ઉત્પત્તિ અનુભવમાંથી થાય. તો જ શબ્દનું સર્જન થાય. પણ જેણે જિંદગીમાં આત્મા શબ્દ = કે એની પર્યાય એ સાંભળ્યા નથી, ચેતન અને જડપણું ક્યાંય જોયું નથી, હજી મુંઝાય છે – હર્મન ઝેકોબીએ લખ્યું, અમારા વિજ્ઞાનની શોધ એ તો હજુ અમે કાંઠે બેસીને છબછબિયાં કરીએ છીએ. આ - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 177 O
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy