SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. માટે આત્મા છે એ નિત્ય' છે. કારણ કે જેની ઉત્પત્તિ ન હોય એનો નાશ પણ ન હોય. ઉત્પત્તિ હોય તો નાશ હોય. આ શરીરનો નાશ શું કામ છે ? ઉત્પત્તિ છે માટે. જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. (૬૫) *ડથી ચેતન ઊપજે અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં આ સદ્ગુરુ જે સમાધાન આપે છે ને એનો Cronological Order તો જુઓ. આ શૈલી કેવી તર્ક બદ્ધ છે, કેવી પ્રમાણ સાથે એકધારી, અખંડિત ચાલી આવે છે. એ કહે છે કે આખા જગતના સંયોગોને અમે જાણી શકીએ કેમ કે એ દૃશ્ય છે. અનુભવમાં લઈ શકાય એવા છે, પણ એવો અનુભવ અમે ક્યાંય જોયો નથી કે ચેતનની ઉત્પત્તિ થાય અને શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા દેહમાંથી જ ઉત્પન્ન થાય છે ” તો કહે છે કે જડથી ચેતન ઊપજે અને ચેતનથી જડ ઊપજે – આવો અનુભવ કોઈને, ક્યારે, કદી ન થાય. જગતમાં કેટલી રોજ રચનાઓ થાય છે. અનંતા-અનંત પરમાણુઓ પરિવર્તીત થયા જ કરે છે. રોજ નવાં નવાં રૂપ સાથે નવી રચના જોવા મળે છે. એટલે જ દુનિયામાં આપણને મજા આવે છે. નહીં તો થોડો સમય થાય એટલે ઘરમાં આપન્ને bore થઈ જાઈએ છીએ. કારણ – જગતની સાથે આ જીવનો એવો લગાવ છે કે એને હંમેશાં કાંઈક નવીનતા જોઈએ છે. change. માણસને change તો જોઈએ ને ? હવે એ પુદ્ગલમય થઈ ગયો છે. જડ સાથે એકાકાર થઈ ગયો છે. એટલે બદલાતારૂપને ભજનારો થઈ ગયો છે. એટલે એને એકને એક વસ્તુમાં મજા આવતી નથી. એને મીઠાઈ જોઈએ પણ પાછી રોજ મીઠાઈ મળે તો થાકી જાય. આ જીવનો સ્વભાવ તો જુઓ ! કારણ કે જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને પર પાર્થ સાથે જોડાઈ ગયો છે. જ્ઞાની કહે છે કે આ બધું દેખવામાં છે, અનુભવમાં છે પણ પદાર્થના વિજ્ઞાનના આવા મહાન વૈજ્ઞાનિકોમાંથી કોઈએ કીધું નથી કે જડથી ચેતન ઉત્પન્ન થાય, પણ આ મૂર્ખ જીવ – એને એમ થાય છે કે આ દીકરો મેં પેદા કર્યો. આ જુઓ, અજ્ઞાનની અવધિ ! આ મૂર્ખતાની પરાકાષ્ય, કૃપાળુદેવે કહ્યું, કે કોઈ-કોઈનો બાપ કે કોઈ જીવ કોઈનો પુત્ર (૫.૫૧૦) થાય એ વિશ્વની વ્યવસ્થામાં સંભવિત નથી.’ કોઈ બાપની તાકાત નથી કે ચેતનરૂપ દીકરાને જન્મ આપી શકે. આ જીવે એક બીજા પ્રત્યે પિતા પણું – પુત્ર પણું ભાળીને માઠું કરવામાં મજા રાખી નથી.’ અનંતકાળના પરિભ્રમણમાં પોતે કેટલાનો પિતા, કેટલાનો પુત્ર, કેટલાયને ત્યાં સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, પશુપત, જંતુપર્શે – આ તે દેહ ધારણ કર્યા છે. ક્યો સંબંધ શાશ્વત ગળવો છે ? જેને હું બાપ ગન્નશ અને ત્યાં તું નોકર હતો. કોઈ જ્ઞાનીને પૂછ અરે કોઈ જન્મની અંદર અજ્ઞાનવશ એન્ને તારી હત્યા પણ કરી હોય અને કાં તેં એની કરી હશે. જગતમાં કોઈ નવાં આત્મા ઉત્પન્ન થતાં નથી. કેમ કે આત્માની અંદર વધઘટ થતી નથી. પુદ્ગલના પરમાણુ ભેળાં થાય અને વિખરાય. દેહનું આયોજન થાય અને વિખરાય. કારણ કે આહાર પરમાણુનાં પુદ્ગલો જ્યાં-જ્યાંથી આવ્યા હતાં, ત્યાં પાછાં વીખરાઈ જાય. જડ-જડમાં, શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 176
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy