SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની ગુફાઓમાં, નર્મદાને તીરે, વિંધ્યાચળની પહાડી ઉપર, એવા એવા ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ, એ બધા મહાન વૈજ્ઞાનિકો થયા. દુનિયામાં ભૌતિક પદાર્થનો અભ્યાસ કરનાર આઈન્સ્ટાઈન જેવા જ વૈજ્ઞાનિકો છે એવું નથી. આત્માના પદાર્થનો અભ્યાસ કરનાર પણ બધા વૈજ્ઞાનિકો જ છે. વિશ્વામિત્ર, ગૌતમ, મહાવીર આ ચોવિશ તીર્થકરો. એની આખી પરંપરા, હરિભદ્રાચાર્ય એવી આ વૈજ્ઞાનિકોની પરંપરા નાભિરાયશ્રી આદિનાથથી કરીને શ્રીમદ્ રાજચંદ્ર સુધીની પરંપરા. અવધુત વૈજ્ઞાનિકોની પરંપરા છે. જેને પરમાર્થી વસ્તુને ચકાસી અને સિદ્ધાંતના બાંધા બાંધ્યા છે. આ પરંપરા છે જેણે જગતને આ વસ્તુ અને સિદ્ધાંત બતાવ્યા છે. ભૌતિક વૈજ્ઞાનિકો, ગેલેલિયો, ન્યુટન આજે કંઈ વાત કહે – કાલે બીજો વૈજ્ઞાનિક આવીને એને ખોટી prove કરે. આઈન્સ્ટાઈને કહ્યું મેં મારી અર્ધી જિંદગી નવી-નવી શોધ કરવામાં કાઢી અને બાકીની અર્ધી જિંદગી એ શોધો ખોટી હતી એમ સાબિત કરવામાં કાઢી. એકે કહ્યું પૃથ્વી ગોળ છે, બીજાએ એનું ખંડન કર્યું. આટલા મતભેદ છતાં બધાને noble prize મળે. આ જગતનો ક્રમ તો જુઓ અને આપણે કહીએ કે એ કેવો જ્ઞાની છે ! એનો એકે સિદ્ધાંત સો વર્ષ પણ ટકી શકતો નથી. સિદ્ધાંત બદલાવવા પડે છે. કારણ કે વિજ્ઞાનની બધી વાતો assumption ઉપર હોય, ધારણા ઉપર. ધારો કે – ધારો કે પવન ન હોય તો દીવો સળગે. પણ પવનનું, વાયુનું બળ દીવા કરતાં વધારે હોય તો દિવેલ હોવા છતાં દીવો ઠરી જાય. વળી બીજાએ કહ્યું કે જો ફોટો (કાચ) મૂકવામાં આવે તો પવન હોવા છતાં દીવો ઠરે નહીં – આ વાતમાં શું ઠેકાણું છે ? આજની વાત કાલ ટકી શકતી નથી અને આ જ્ઞાનીઓએ, અનંતા તીર્થકરોએ કહેલો માર્ગ, આજે પણ સત્યની કસોટી ઉપર, અનુભવની એરણ ઉપર, એ જ છે. આ માર્ગમાં જે-જે નવા વૈજ્ઞાનિકો થાય છે, તે વૈજ્ઞાનિકો, આગળના વૈજ્ઞાનિકોએ જે-જે કહ્યું છે તેનો છેદ નથી ઉડાડતા પણ તેઓ એમ કહે છે કે એમણે જેમ કહ્યું તેમ જ વસ્તુસ્થિતિ છે. અમારા અનુભવમાં, અમારા પ્રમાણમાં એજ આવે છે. એટલે આદિનાથ પણ એમ કહે છે કે અગાઉના તીર્થકરો કહી ગયા એમ જ વસ્તુસ્થિતિ છે. અને વર્ધમાન પણ એજ કહે અને રાજચંદ્ર પણ એજ કહે કે, “શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યાં છે એવા અનંતા જ્ઞાની પુરુષોએ જે પદાર્થનું સ્વરૂપ કહ્યું છે તે યથાતથ્ય છે. અહીંના વૈજ્ઞાનિક ડીટો કરીને બધા એક બીજાની વાતને પ્રમાણ આપે અને પશ્ચિમના વૈજ્ઞાનિકો દરેક એક બીજાનો છેદ ઉડાડે. આ ધર્મની વાત કેટલી અદ્દભૂત છે. આ વાત સરખી રીતે સમજીએ તો કેટલો આનંદ આવે ? કેવાં દર્શનમાં આપણો જન્મ છે ! એની ગરિમા કેવી છે ? એનું ગૌરવ થવું જોઈએ. આપણને તો હજી આ દેશમાં જન્મવાનો અફસોસ રહ્યા કરે છે. પશ્ચિમના દેશોના અભરખા રહ્યા કરે છે. હે દુર્ભાગી જીવ ! તું કાંઈ તો સમજ. અનંતકાળમાં આવા પ્રકૃષ્ટ પુણ્યના સંચયથી તું વિતરાગ શાસનમાં આવી ગયો. અધ્યાત્મ ભૂમિ ભારતવર્ષમાં આવી ગયો અને વિચારની પરિપાટીના આધાર ઉપર, વસ્તુના સ્વરૂપ ઉપર, છ દર્શનની જ્યાં ઋષિમુનિઓએ રચના કરી, હજારો વર્ષ તપ કરી જેણે પરાર્દષ્ટિ પ્રાપ્ત કરી છે – ઋષિ એટલે દેખનાર – who is seer – એ ચર્મચક્ષુની પર જેનાં અંતર્થક્ષ ખુલ્યાં છે એવી ધરતીમાં આપણો જન્મ થયો છે. આ માનવ જીવનની ગરિમા તો સમજીએ. આ જીવને મહાવીરનાં માર્ગનું કોઈ ગૌરવ નથી. એ - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 142 [E]=
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy