SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જેટલી પહેલાં પંદર વર્ષે પણ નહોતી. આ તો જન્મજાત પુદ્ગલનાં જ્ઞાની છે. જન્મજાત ચાલાક, જન્મજાત હોંશિયાર, જન્મજાત ચતુરાઈ. પણ આ બધી ચતુરાઈ ભૌતિક પદાર્થ વિશેની છે. ખરી હોશિયારી, ચતુરાઈ ૫૨માર્થમાર્ગને વિશે હોવી ઘટે છે. માટે એ સમયે ઓછાં આયુષ્યની અંદર વિચારનું સાધન મોટું છે. એટલે અમે બધું સંક્ષેપમાં કહીએ છીએ અને વિચારવાનું કામ તમારા ઉપર મૂકીએ છીએ. પહેલાં જ્ઞાનીઓ વિચારતા, કાળ દીર્ઘ હતો અને એ પ્રમાણે બોધ આપતા. ઋષભદેવ ભગવાનનો કેવળજ્ઞાનની અવસ્થાનો સમય એક લાખ પૂર્વ વર્ષ આયુષ્યનો હતો. એમણે એક લાખ પૂર્વ વર્ષ સુધી જે ઉપદેશ આપ્યો તે મહાવીરે બાર વર્ષ આપ્યો. આદિનાથ અને વર્ધમાનનાં માર્ગમાં કંઈ ભેદ નથી. તત્ત્વમાં કંઈ ભેદ નથી. ઉપદેશ તો બન્નેનો એક જ છે. તોયે ભગવાન તો ઉપદેશ આપતા. એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવળી પર્યાય હતી. તેથી તેટલા વર્ષ ભગવાને ઉપદેશ આપ્યો. ભગવાન મહાવીરની કેવળી પર્યાય ત્રીસ વર્ષ. કેળવજ્ઞાન થયા પછી ભગવાને ત્રીસ ચોમાસા કર્યાં. એમણે એટલો કાળ ઉપદેશ આપ્યો. કૃપાળુદેવનું આયુષ્ય તો ફક્ત ૩૩ વર્ષનું જ હતું. અને એમાં પણ એમને લાગ્યું કે હવે કોઈ આવો ઉપદેશ આપવાનો યોગ બને એમ નથી. એટલે પત્રના રૂપમાં આત્મસિટિ' લખી દોઢ કલાકની અંદર એક લાખ વર્ષના ઉપદેશમાં જે વાત કહેવાય ને તેમણે આત્મસિદ્ધિમાં દોઢ કલાકમાં સંક્ષેપમાં કહી. તેમણે કહ્યું મેં જે વાત સંક્ષેપમાં કહી તે તમે વિસ્તારથી વિચારજો. કારણ He had no time, તમે બધા બુદ્ધિમાન છો, મતિમાન છો વિચારજો. Expand and extend your thoughts deepen your thoughts. ખૂબ ઊંડા ઊતરો. અમારી કહેલી વાતનું નિરંતર ધ્યાન કરજો. કૃપાળુદેવ કહે છે વાંચન કરો, શ્રવણ કરો અને પછી મનન કરો અને મનન પછી નિદિધ્યાસન કરો. અનુપ્રેક્ષા કરો. એનું ધ્યાન કરો. કોઈ પણ એક સૂત્ર હાથમાં આવ્યું કે ‘હું આત્મા છું’ તો હું આત્મા છું કે નહીં ? એના plus point, minus point, fore points, against point, બધાનો વિચાર કરીને ધ્યાનમાં તે દિવસે એક એજ સૂત્રનો વિચાર કરો કે હું આત્મા છું કે કોણ છું ? જેમ વિચારશો તેમ અંદરથી પ્રકાશની ઉપલબ્ધિ થશે. અહીં એ વાત મૂકી છે કે પટ્ સ્થાનક સંક્ષેપમાં અને પછી ચમત્કૃતિ બતાવી છે કે, ષટ્ દર્શન પણ તેહ.' પ્રભુ ! આવું વિતરાગ દર્શન ! તમે છ સ્થાનક (પદ) તો આત્માના સંક્ષેપમાં કહ્યાં, પણ જગતની અંદર અધ્યાત્મના જે છ દર્શન છે તે પણ આમાં આવી જાય છે. આ કેટલું બધું synthesis થઈ ગયું. કેટલું બધું ઘનીભૂત થઈ ગયું. આ વિચાર કેટલો ઘનિષ્ટ, intensified કેટલો થયો ? એટલે કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે આ છે દર્શન – પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે. અને તે દ્વારા જે મોક્ષમાર્ગને પ્રતિબોધે છે, તેવા છ દર્શન છે.’ જગતમાં એક ભૌતિક સંસ્કૃતિ અને બીજી આધ્યાત્મિક સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિ એ પુદ્ગલ ઉપર આધારિત છે અને પૂર્વની સંસ્કૃતિ આત્મિક તત્ત્વ ઉપર આધારિત છે. આત્મિક તત્ત્વ ઉપર આધારિત છે એણે વિચારણામાં આત્માને કેન્દ્રમાં રાખ્યો છે. બીજાએ ભૌતિક પદાર્થને કેન્દ્રમાં રાખ્યો છે. આત્માની વિચારણા માટે અહીં જે પ્રક્રિયા ચાલી એના વૈજ્ઞાનિકો આ ધરતી પર પેદા થયાં. સપ્તસિંધુના કિનારે, શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૰ 141
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy