SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૬ આત્માર્થી લક્ષણો 1 ગાથા ૩૪થી ૪૨) 0. અનંતી કૃપા જ્ઞાનીપુરુષોની આ જીવ ઉપર છે કે જે જ્ઞાની પુરુષોએ આ અનાદિના પરિભ્રમણમાં અનંત દુઃખ પામતા એવા જીવને મુક્તિનો માર્ગ બતાવ્યો. આ કાળમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ, આપણી ગરવી ગુજરાતી ભાષામાં ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' દ્વારા, જગતના જીવોને આ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી. એ આત્મસિદ્ધિના જુદા જુદા અધિકાર ઉપરની આપણી વિચારણા ચાલુ છે. જગતના જીવો, જેને આત્મા પ્રાપ્ત કરવો છે, મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તેના, કૃપાળુદેવે બે પ્રકાર કહ્યાં – (૧) આત્માર્થી (૨) મતાર્થી. બંને આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. અને એવા મતાર્થી જીવમાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનો સમાવેશ થાય છે. એવા મતાર્થી જીવના ભગવાને અઢાર લક્ષણ આપણને કહ્યાં છે કે, (૧) જ્ઞાન વગરનાં બાહ્ય ત્યાગીને ગુરુ માને, (૨) કુળ અને મત સંપ્રદાય ગુરમાં મમત્વ રાખે, (૩) જિનેશ્વરના દેહ અને સમવસરણ આદિ વિભૂતિથી જ જિનનું ઓળખાણ કરે, () સદ્દગુરુના યોગમાં વિમુખ બને, (૫) નિજમાનના હેતુએ અસદ્દગુરુને દૃઢ કરે, (૬) ગતિ, યોનિ વગેરેના ભેદ ભાંગાને શ્રુતજ્ઞાન સમજે, (૭) મુક્તિ માટે પોતાના જ મત, માન ને વેશનો આગ્રહ રાખે, (૮) વૃત્તિના સ્વરૂપથી તદ્દન અજાણ, (૯) વ્રતના અભિમાનથી યુક્ત, (૧૦) લૌકિક માનના હેતુએ વ્રતનું અગ્રહણ, (૧૧) શબ્દોમાં જ સિદ્ધાંતોની વાતો જાણે, (૧૨) વ્યવહાર માર્ગનો લોપ કરીને સાધન રહિત બને, (૧૩) જ્ઞાનદશા નહીં પામવા યોગ્ય એવું અનઅધિકારીપણું, (૧૪) સાધનદશા જેણે ગુમાવી દીધી છે એવું અનઅધિકારીપણું, (૧૫) એ જીવના દુર્ભાગ્યની અંદર, કષાયનું ઉપશમન નહીં, (૧૬) અંતરમાં વૈરાગ્ય નહીં, (૧૭) જીવમાં કોઈ સરળતા નહીં અને (૧૮) વિચારમાં કોઈ મધ્યસ્થતા નહીં – એવાં અઢાર અવગુણથી યુક્ત એ મતાર્થી જીવના લક્ષણોની આપણે વિચારણા કરી. ભગવાને આ અઢાર અવગુણ એટલા માટે કહ્યાં કે જીવોનો મતાર્થ જાય. અને હવે આત્માર્થી જીવના લક્ષણો કહે છે. જેનાથી જીવ આત્માર્થને પામે. કયા જીવમાં આત્માર્થનો નિવાસ થાય ? તો કે ભગવાને કહ્યાં છે એ લક્ષણોમાં જીવની સ્થિતિ નિર્માણ થાય તો ત્યાં આત્માર્થ પ્રગટ થાય. એવાં ક્યાં લક્ષણો એવી કઈ ગુણસંપદા પ્રાપ્ત કરીએ તો જીવમાં સાચો આત્માર્થ પ્રગટે ? તો હવે આત્માર્થીના લક્ષણો વિચારીએ. T. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 112 Gિ
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy