SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને આકરી લાગે, ન ગમે, થોડીક આપણને ખૂંચે એવી ભાષામાં કહ્યાં. એવી વાણીમાં કહ્યાં કારણ કે આ મતાર્થીના લક્ષત્ર તારામાં હોય તો કાઢવાના છે. મનાઈ જાવા કાજ.' તારામાંથી આ મતાર્યના લક્ષણો જાય. (અમે જાવાની વાત કરી છે. જોવાની વાત નથી કરી.) એટલા માટે કીધાં છે. અને હવે આત્માર્થીના લક્ષણો તને કહું છું. કા૨ણ કે તે લક્ષણો આત્માર્થી જીવને સુખ-સાજ છે. સુખની સામગ્રી છે. સુખનાં સાજ છે. જેની અંદરથી સુખ પ્રાપ્ત થશે એવા આ લક્ષણો છે. એવા આ આત્માર્થીના લક્ષણ તું પ્રાપ્ત કર. અને જે મતાર્થીના લક્ષણો તારામાં છે - અને પાછો એ લક્ષણોનો તને દુરાગ્રહ બંધાઈ ગયો છે તે લક્ષણોથી તું વિમુક્ત થા. મતાર્થીના લક્ષણો આપણે આ સ્વાધ્યાયથી જાણ્યા. તો હવે તેથી વિમુક્ત થઈએ અને જ્ઞાનીની આપણા ઉપર અનંત કૃપા વરસો ! સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૰ 111
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy