SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. (૨૯) અથવા ‘સમયસાર’ કે ‘યોગવાસિષ્ટ’ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચય નયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્દગુરુ, સશાસ્ત્ર તથા વૈરાગ્ય વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈ સાધન રહિત વર્તે. આ મતાર્થી જીવની મુશ્કેલી તો જુઓ. કહે છે નિશ્ચય નયની વાતો શબ્દમાં ગ્રહણ કરે. એની IDictionary ઘણી ઉંચી. આત્મજ્ઞાન ઓછું પણ ભાષા ઊંચી. એવા High શબ્દો હોય કે કોઈને ન સમજાય એટલે એ સમજે કે મારું જ્ઞાન ઘણું ઊંચું, હું ઘણું જાણું છું. આવો એક મિથ્યા અહંકાર અંદર કામ કરતો થઈ જાય. એને માત્ર શબ્દો ગ્રહણ કરવાં છે. બીજું કાંઈ તો ગ્રહણ કરવુ નથી. ‘સમયસાર’ કે યોગવાસિષ્ઠ જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. માત્ર કહેવા રૂપે, અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્દગુરુ, સશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે. અને “લોએ સવ્યવહારને.” બધી જ શુદ્ધ ક્રિયાઓ, બધા જ સદ્વ્યવહાર, બધા જ સાધનો અને બધી જ પ્રકારની સાધના એનો નિષેધ કરે. એમ કહે કે, “એ બધું તો બાહ્ય છે.” આ મતાર્થીનું અપલક્ષણ છે. સારા શબ્દો પ્રાપ્ત થયા એટલે સવ્યવહારનો લોપ કર્યો, અને વ્યવહારને લોપ કરવાથી તીર્થનો લોપ થાય છે. માર્ગનો લોપ થાય છે. તત્ત્વ તો ઊભું રહે છે. પણ તે તત્ત્વ પામવું કેવી રીતે ? અનંતા તીર્થકરો, અનંતા જ્ઞાનીઓ જે માર્ગે સાધના અને આરાધના કરીને ગયા. અને એના કારણે એવું જે શાશ્વતું તીર્થ અને શાશ્વતો ધર્મ સ્થપાયા એનો એણે વ્યવહારથી લોપ કર્યો. ' અરે ! ધર્મ તો એવો સિક્કો છે કે જેની એક બાજું તત્ત્વ છે અને બીજી બાજુ વ્યવહાર છે. આવું ધર્મનું સ્વરૂપ છે. ઉત્કૃષ્ટ તત્ત્વ અને ઉત્કૃષ્ટ આચાર (વ્યવહાર). એ બંનેનો સમન્વય ત્યારે જ ધર્મ કહી શકાય. ધર્મની વ્યાખ્યા જ એ છે કે જે આત્માને સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ, ધર્મ જીવને પડતો અટકાવે, એવી કોઈ સાધના, એવો કોઈ વ્યવહાર, એવી કોઈ જીવનમાં શુદ્ધ ક્રિયા કે જેના અવલંબનથી જ્યાં સુધી આ જીવ દેહ યુક્ત છે, યોગ યુક્ત છે, ત્યાં સુધી એ યોગ જીવને બંધના હેતુ છે – માટે એ શુદ્ધ ક્રિયા વડે જીવનમાં સ્થિરતા રાખે. કપાળદેવ કહે છે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ – ‘આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની.” એ દેહથી ભિન્ન એવા ચૈતન્યનું જ્ઞાન થયા પછી પણ મન-વચન-કાયાના ત્રણે યોગની સ્થિરતા કરવાની છે. અને ત્યારે ચોથા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધીનો આ ગુણસ્થાનક આરોહણ ક્રમ જ્ઞાની પુરુષોએ અભુત રીતે જૈન દર્શનમાં કહ્યો છે. જૈન યોગ છે. જૈન યોગને પણ સમજવો પડે. કે જ્ઞાની પુરુષ માટે પણ સાધના કેવી કઠિન કીધી છે. અને આ તો હજી વિચારદશામાં નથી ત્યાં સવ્યવહારનો લોપ કરી દીધો, સાધન બધા બાજુએ મુકી દીધાં, અને કહે છે કે સાધનાની કોઈ આવશ્યકતા નથી. આ બધું મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે, કોલાહલ છે, HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 108 E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy