SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંચાઈ અહીંથી આકાશને અડી શકે એવી હોય તો એક જ માછલી બસ છે. પછી આમાં તારે વધારે ક્યાં જરૂર છે ? એમ આ વ્રત. એક સામાન્ય-નાનું એવું વ્રત બસ છે. એક માષ-તુષ કરતો ઋષિ કેવળજ્ઞાનને પામે. એક કોળિયા લેતો કડગડુ મુનિ કેવળજ્ઞાનને પામે. ભાવની મહત્તા છે. જૈન દર્શન ભાવ ઉપર બિરાજમાન છે. વૃત્તિ તમારી શાંત થઈ છે કે નહીં ? શિષ્ય ગુરુને કહ્યું કે, “હે પ્રભુ ! તમે રોજ આ જૈનશાસનના પ્રવચનની વાત કરો છો પણ આ દ્વાદશાંગી, જેમાં અગિયાર અંગ અને બાર ઉપાંગ છે. આ વાત અમારી સમજમાં આવે એમ નથી. સર્વજ્ઞનો બોધ આવો કઠિન ! જેના પર આ ગણધરોએ દ્વાદશાંગી રચી છે તે અમે કાંઈ સમજી શકીએ એમ નથી.” ગુરુએ કહ્યું, ‘લ્યો, અમે તમને તેનો સાર કહીએ છીએ. વૃત્તિઓને શાંત કરવી.” આ દ્વાદશાંગીનો સાર. વૃત્તિઓ બે પ્રકારની છે. (૧) બાહ્ય વૃત્તિ, (૨) અત્યંતર વૃત્તિ – બાહ્યવૃત્તિ એટલે આત્મામાંથી બહાર વર્તવું તે. (૨) આત્મામાં પરિણમવું, આત્માની અંદર શમાવું તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થાય તો અંતરવૃત્તિ રહે. જીવ બહાર કયાં સુધી ભમેબહારનું મહત્ત્વ હોય તો. મહત્ત્વ ન હોય તો જીવની વૃત્તિ અંદરમાં જ રહે. આપણે વાંચતા હોઈએ અને બહાર બેન્ડવાજા વાગે તો વૃત્તિ બહાર જાય. કારણ કે એનું મહત્ત્વ લાગે છે. સીધો હિસાબ છે. જો એનું મહત્ત્વ ન હોય તો વૃત્તિ અંદર જ રહે. આ વૃત્તિ ઉઠે છે તો બહારના માહાભ્યને કારણે. ક્રિકેટનું માહાભ્ય લાગે તો સામાયિકને માળા જીવ પડતા મુકી દે છે. માળામાં એટલી એકાગ્રતા થઈ હોય પણ બહારનું માહાભ્ય એ લીનતા તોડાવી દે છે. કેવી દશા છે ! “લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું'. પદાર્થનું તુચ્છપણું ન ભાસે ત્યાં સુધી વૃત્તિ બાહ્યમાં ફરે. તે બાહ્ય વૃત્તિ. અને આત્માની રમણતા ! પોતાના સ્વરૂપની રમણતા ! શાંતિ ! સમાધિ ! સ્થિરતા ! એનો અનુભવ. એનું મહત્ત્વ અધિક. મને શાંતતા પ્રાપ્ત થાય. મારી વૃત્તિઓ શાંત થાય. તો એ કહે છે કે એ અંતર્વતિ છે. માટે દૃઢ નિશ્ચય કરવો કે વૃત્તિ બહાર જતી ક્ષય કરવી અને અંતર્વતિને અંદર આરાધના કરવી. એ જ જ્ઞાનીની આજ્ઞા છે. ઉપદેશછાયામાં આજ્ઞા આપી છે, “જે જે વૃત્તિ સ્ફરે, જે જે ઇચ્છા કરે, તે આશ્રવ છે. તે તે વૃત્તિનો વિરોધ કરે તે સંવર છે.” સંવરનું સીધું ગણિત-ઉઠતી વૃત્તિનો નિરોધ કરવો કે નહીં, મારે નથી જોઈતું. ઘડીભર કદાચ અચકાટ થશે કેમ કે અનાદિના સંસ્કાર જોર કરે છે. પણ છતાં ઉપયોગની જાગૃતિ રાખે કે નહીં – આ અત્યારે નથી કરવું. આ ધર્મ આરાધનાનો સમય છે. અને ન કર્યું તો વૃત્તિનો વિરોધ થયો. આ સંવર. તત્ત્વજ્ઞાન સાંભળવા શું જાશે ? કે આશ્રવ શું? ને સંવર શું ? અંદર વૃત્તિ ઉછળી, ઇચ્છા થઈ તે આશ્રવ. અને તે વૃત્તિનો વિરોધ કરી આત્મા ધ્યાનની પ્રવૃત્તિમાં રહ્યો તો સંવર. ‘અનંત વૃત્તિઓ અનંત પ્રકારે ફુરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. દરેક પદાર્થને વિશે ફુરાયમાન થતી બાહ્ય વૃત્તિઓને અટકાવવી. અને તે વૃત્તિના પરિણામને અંર્તમુખ કરવા.” અહીં જ્ઞાની પુરુષો બતાવે છે કે લૌકિક માનને કારણે આ જીવ, આ રીતે, પરમાર્થની આરાધના કરતો નથી. પરમાર્થ નથી પકડતો એ વૃત્તિ અને વ્રતના નિયમની અંદર, વ્રતમાં લૌકિક માનમાં લેપાઈ જાય છે. અને પોતાનો આત્માર્થ ચૂકી જાય છે. HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 107 E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy