SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાષ્ટિ : બુદ્ધિ કસ વિષાકવિરસ-ફલ સસાર બુદ્ધિપૂર્વક ક સહુ, દેહધારીના આંહિ; વિપાક વિસપણા થકી, સંસારલાયિ. ૧૨૪. અર્થ :—અહી પ્રાણીઓના જે બુદ્ધિપૂર્વક કર્યાં છે તે સવેય, વિપાક વિરસપણાને લીધે, સંસારફલ જ દેનારા છે. ઇંદ્રિયપ્રવૃત્તિ અને સ્મૃતિ સસ્કાર (૩૮૫) વિવેચન આ લેાકમાં દેહધારી પ્રાણીઓના સામાન્યથી સર્વેય બુદ્ધિપૂર્વક કર્યાં વિપાકવિરસપણાએ કરીને સંસારલ જ આપનારા હોય છે. ? અત્ર સામાન્યથી જોઇએ તે પ્રાણીએ સવેય કર્માં બુદ્ધિપૂર્વક એટલે કે ઇંદ્રિયજન્ય મેષ દ્વારા કરે છે; આંખથી, કાનથી, નાકથી, જીભથી કે ત્વચાથી જે કાંઈ જાણવામાં આવે છે, તેનાથી પ્રેરાઈને તેઓ સમસ્ત પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે– આંખથી કોઈ પદાથ દેખવામાં આવ્યા, જાણવામાં આવ્યા, તે પદા ઈષ્ટ લાગતાં તે ગ્રહણ કરવાનું મન થાય છે, અનિષ્ટ લાગતાં ત્યજવાનું મન થાય છે અને પછી તેવા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આંખના સંદેશા મગજને પહોંચ્યા, મગજે બુદ્ધિને પહોંચાડવો, અને બુદ્ધિએ પગને હુકમ કર્યો કે આ લેવા તું જા', તથા હાથને આદેશ દીધા કે આ તું લે'. આ અધી સૂક્ષ્મ પ્રક્રિયા આંખના પલકારામાં બની જાય છે. વળી તે ઇષ્ટાનિષ્ટ પદાર્થ સખી સ્મૃતિસંસ્કાર–ધારણા પણુ રહી જાય છે. જેથી આગામી કાળે તેની ગ્રહણ-ત્યાગરૂપ પ્રવૃત્તિના નિર્ણય થાય છે. તે જ પ્રકારે કાન વગેરે બીજી ઇંદ્રિયા દ્વારા ઉપજતા બુદ્ધિરૂપ ખાધથી તે તે પ્રકારનુ` ઇષ્ટ-અનિષ્ટપણું જણાય છે, અને પછી મનથી તેનું મનન થતાં તેના ગ્રહણુ–ત્યાગ કરાય છે, તથા ભાવિકાળે પણ તેના રહી ગયેલા સ્મૃતિસંસ્કારની વાસનાથી તથાપ્રકારે પ્રવૃત્તિ થાય છે. આમ ઇંદ્રિયજન્ય મેધથી પ્રાણીઓના સામાન્યપણે સકર્મીની ઘટમાળ ચાલ્યા કરે છે. ખાવું, પીવું, દેખવું, સાંભળવું, સુંઘવુ, ચાખવું, સ્પર્શવુ, લેવું, મૂકવુ. એ વગેરે વિષયોગ પ્રવૃત્તિ, વગર શિખવ્યે પણુ, પ્રાણીએ કર્યાં કરે છે. એમાં કાંઈ નવી નવાઈ નથી. અને આ વિષયભાગ પ્રવૃત્તિરૂપ જે બુદ્ધિજન્ય કર્યાં છે, તેનું વિપાક વિસપણુ’ છે, વિપાકે—પરિણામે તે અવશ્ય વરસ નીવડે છે. જે વિષયેા પ્રથમ સરસ લાગે છે, તે જ પરિણામે વિરસ-રસહીન–લૂખા લાગે છે. જે વિષયે પ્રારંભમાં મીઠા ને આકષક ભાસે છે, તે જ પ્રાંતે તેને માહુ ઉતરી જતાં કડવા ને અનાકર્ષક જણાય છે. જે પુદ્ગલાના રૂપ-રસ-ગધ-સ્પર્શી પ્રથમ સરસ ને મનેજ્ઞ હતા, તે જ પુદ્ગલના સ્વભાવ પ્રમાણે વિપરિણામ પામતાં વિષયનું વિપાક વિસપણું
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy