SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ દીમાદષ્ટિ : સમ અનુષ્ઠાનમાં પણ આશયભેદે કુલભેદ (૩૭૫) વાવ તળાવ કૂવા અને, દેવસ્થાન અન્નદાન; એહ સર્વને પૂર્ણ તે, જાણે તાવ સુજાણ, ૧૧૭ _અર્થ – વાવ, કૂવા, તળાવ અને દેવાયતને-દેવમંદિરે, તથા અન્નપ્રદાન-આને તત્વવિદો “પૂત્ત' કહે છે. વિવેચન વાવે કરાવવી, કૂવા ખોદાવવા, તળાવ બંધાવવા, દેવમંદિર ચણાવવા, અન્નદાન આપવું, એ બધા પૂર્તકર્મ છે, એમ ત્તની પરિભાષા ઉપરથી તત્ત્વવેત્તાઓ જાણે છે. (૧) વાવ વગેરે જલાય કરાવવા, એ સાર્વજનિક લોકકલ્યાણના કેઈ અપેક્ષાએ ઉપયોગી સુકૃત્ય છે. કઈ પણ તરસ્યા ત્યાં આવીને પોતાની તરસ બુઝાવે ને પોતાની આંતરડી ઠરતાં જલાશય કરાવનારને અંતરના આશીર્વાદ આપે, તેથી કઈ રીતે કંઈ પુણ્યબંધ સંભવે છે. જો કે તેમાં હિંસા આદિ દોષ પણ છે, તથાપિ જલ વિના જીવન ટકતું નથી, એટલે તેની જ્યાં ઓટ હોય ત્યાં તે પૂરી પાડવી, તે લોકોપયોગી “ પૂર્ત કર્મ ” છે. (૨) તેમજ ભૂખ્યાને અન્નદાન દેવું, તે માટે જ્યાં જરૂર હોય ત્યાં દાનશાલાઓ કરાવવી, સદાવ્રતે ખેલવા, ઈત્યાદિ સુકૃત પણ જનસેવાના પ્રકારે છે. અને વિના જીવી શકાતું નથી, તેથી દીન-દુઃખી-દરિદ્રીને પિટને ખાડે પૂરવા માટે અન્નપ્રદાનનો પ્રબંધ કરવો તે પુણ્ય એવું “પૂત્ત કર્મ છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વગેરે ભયંકર પ્રસંગોમાં જનતાની રાહત માટે યથાશક્તિ રાહતકેન્દ્રો ખેલી અન્નની ત્રુટિની પૂત્તિ” કરવી તે પણ પૂર્ણ કર્મને પ્રકાર છે. (૩) તે જ પ્રકારે ઉપલક્ષણથી ઔષધદાન દેવું, રોગીઓની સારામાં સારી માવજત માટે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઇસ્પિતાલે બંધાવવી, ઔષધાલયેદવાખાનાં ખોલવાં, અનાથાલયે-અપંગાલ ખોલવાં, તે પણ પૂર્ણ કર્મના પ્રકાર છે. આમ જનતાના ઈહલૌકિક કલ્યાણ માટેના સાધનોની જ્યાં ઊણપ હોય, ત્યાં તેની પૂત્તિ કરવી તે “પૂત્ત' કર્મ છે. (૪) તેમજ લેકના પારલૌકિક કલ્યાણ માટેના સાધનની પણ જ્યાં જ્યાં ઊણપ હોય, ત્યાં ત્યાં તેની વૃત્તિ કરવી, તે પૂરા પાડવા, તે પણ પૂર્ણ કર્મ. જેમકે-દેવમંદિરો કરાવવા, ધર્મશાળાઓ કરાવવી, સ્વાધ્યાયગૃહો-પૌષધાલા-ઉપાશ્રયે કરાવવા વગેરે. આન્તરહેતુને અધિકૃત કરી (મુખ્ય કરીને) કહે છે – अभिसंधः फलं भिन्नमनुष्टाने समेऽपि हि । परमोतः स एवेह वारीव कृषिकर्मणि ॥११८॥ વૃત્તિ -અમિસંથે –તથા પ્રકારના આશયરૂપ લક્ષણવાળા અભિસંધિ થકી-અભિપ્રાય થકી. શું ? તે કેન્દઢ મિનિં-કુલ ભિન્ન છે. સંસારી દેવને સ્થાનાદિરૂપ ફળ ભિન્ન છે, જાણીને તમેડપિ દિઇષ્ટ આદિ અનુદાન સમ ( સરખું ) છતાં, ઘામ -પરમ, પ્રધાન, રાત:-આ કારણથ, સ gવ-તે જ, અભિસંધિ જ, શ્રદ-અહીં, કુલસિદ્ધિ માં, કેની જેમ ? તે માટે કહ્યું કે-વાતવ કૃષિવમળ-કવિકર્મમાં–ખેતીમાં જલની જેમ. એમ કરૂઢિથી પરમ દૃષ્ટાંત છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy