SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૪) ગદરિસમુચ્ચય એમ થતાં તે કેવલ, એકલું બ્રા અને બ્રહ્મ જ અવશિષ્ટ રહે છે. એને જ અધિયજ્ઞ એટલે બ્રહ્મ માનવામાં આવે છે.”—જ્ઞાનેશ્વરી ગીતા. | શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૧૨ મા અધ્યયનમાં પણ સંક્ષેપથી આ જ શ્રી જ્ઞાને. શ્વરજીને મળતે ભાવ બતાવે છે. બ્રાહ્મણે જન્મથી ચંડાલ એવા હરિકેશિબલ મુનિને પૂછે છે # – હે મુનિ ! તમારી તિ (અગ્નિ) શું છે? તમારું આધ્યાત્મિક જ્યોતિસ્થાન–અગ્નિસ્થાન શું છે? તમારી સુવા (કડછી) કઈ છે ? તમારા ભાવયજ્ઞ ઇંધન (છાણાં-લાકડાં) કયા છે? તમારા સમિધે કયા છે? ક્યા હમથી તમે તિને હોમો છે? મુનિ જવાબ આપે છે-“તપ મારી તિ (અગ્નિ) છે, જીવ મહારૂં તિસ્થાન છે, યુગો મહારી સુવા (કડછી) છે, શરીર મહારૂં ધન (છાણાં-લાકડાં) છે. કર્મ મહારા સમિધ છે, સંજમ જોગ શાંતિ છે, ઋષિ સંબંધી એ પ્રશસ્ત હોમ હું હસું છું.” મહર્ષિ હરિભદ્રાચાર્યજી પણ અગ્નિકારિકા” અષ્ટકમાં વદે છે કે-“કર્મઈબ્ધનને આશ્રય કરીને જેમાં સદ્ભાવનાની આહુતિ આપવામાં આવે છે, એવી દઢ અગ્નિકારિકા ધર્મધ્યાનરૂપ અગ્નિવડે દીક્ષિતે કરવી.” "कर्मेन्धनं समाश्रित्य दृढा सद्भावना हुतिः। धर्मध्याग्निना कार्या दीक्षितेनाग्निकारिका ॥" આમ સાચો પ્રશસ્ત યજ્ઞ તે ભાવયજ્ઞ જ છે, અધ્યાત્મ યજ્ઞ જ છે, બ્રહ્મયજ્ઞ જ છે. બાકી જે બાહ્ય યજ્ઞ-ઈષ્ટ છે, તે તે સકામને હોય છે, તે મોક્ષના અંગરૂપ નથી. અકામ મુમુક્ષુને તે ઉપરમાં કહેલી અગ્નિકારિકા જ ન્યાચ્ય છે, એને તે એવી જ “ધૂણી” સદાય ધખાવવી ઘટે છે. તથા— वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु पूर्त तत्त्वविदो विदुः ॥ ११७ ॥ કૃત્તિ –સાવીષત્તરાનિ-વાવ, કૂવા, તળાવો લોકપ્રસિદ્ધજ છે, તેવતાનાનિ -અને દેવાયતને, વસતિકા આદિ. તથા શાળાનં અન્નદાન (લૌકિકજ) છે. અને આવા પ્રકારનું તે શું ? તે માટે કહ્યું કે-પૂર્વ તરવવિદો વિદુ-પૂરૂં ' પરિભાષાથી તત્ત્વવિદે જાણે છે. "के ते जोइ किं व ते जोइठाणं १ का ते सुआ किं व ते कारिसंगं ? एहा य ते कयरा संति भिक्खू ! कयरेण होमेण हुणासि जोइं ?" મુનિ ઉત્તર આપે છે"तवो जोई जीवो जोइठाणं, जोगा सुआ सरीरं कारिसंग ।। कम्मे एहा संजमजोग संती, होमं हुणामि इसिणं पसत्थं ॥" x “ईष्टापूर्त न मोक्षाङ्गं सकामस्योपवर्णितम् ।। કામથ પુનર્યોwા શૈવ ચાગ્યાનિIિ II”—શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy