SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૪) વેબદુષ્ટિસમુચ્ચય થાય છે, એટલે કે લોકમાં પણ તે માટે પ્રતીતિ ઉપજતી નથી, ખાત્રી થતી નથી. કુતર્કથી સિદ્ધ કરાતી વાત લોકોને પણ માન્યામાં આવતી નથી. કારણ કે તેમાં માત્ર દષ્ટાંત સિવાય બીજો કાંઈ સાર હોતો નથી આમ સર્વથા આવા નિઃસાર તુચ્છ કુતર્કથી કાંઈ નથી, એમાં કાંઈ માલ નથી. એટલે આવા અસમંજસકારી લોકપ્રતીતિથી બાધિત કુતર્કથી સયું! “તતા પર્યાસિસ%ાળા અતીન્દ્રિયાર્થસિદ્ઘાર્થ નીવારોડથ કુરિ I દ્વા. ઢા, ૨૩-૨. માટે જે સત્યતત્ત્વનો જિજ્ઞાસુ છે એવા તત્ત્વગષક આત્માથીએ તો ક્યારેય પણ, કોઈ પણ પ્રકારના કંઈ પણ કુતર્કને બીલકુલ કેડું આપવા ગ્ય નથી જ, એમ તાત્પર્ય છે. આ અંગે પ્રત્યેક મુમુક્ષુએ પરમ આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીના આ ટકેલ્કીર્ણ વચન હૃદયમાં સદા કેરી રાખવા યોગ્ય છે– છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિક૯૫; કહ્યો માગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.”—શ્રી આત્મસિદ્ધિ કુતર્ક નિંદાનો સારાંશ અને આ વચનને જાણે પ્રતિધ્વનિ કરતા હેય-પડઘો પાડતા હોય, એમ ભગવાન શાસ્ત્રકાર મહર્ષિ હરિભદ્રસૂરિજીએ આ કુતકરૂપ વિષમ ગ્રહના ત્યાગ પર આટલે બધે ભાર મૂક્યો છે, સર્વ પ્રકારના આગ્રહ-અભિનિવેશને અત્યંત નિષેધ કર્યો છે. કારણ કે આ કુતર્ક વિષમ ગ્રહની ખૂબ નિંદા કરતાં, તેઓશ્રીએ સ્પષ્ટ દર્શાવ્યું કે-આ કુતર્ક, (૧) બોધ પ્રત્યે રંગરૂપ છે, (૨) શમને-આત્મશાંતિને અપાયરૂપ છે, (૩) શ્રદ્ધાને ભંગ કરનાર છે, (૪) મિથ્યા અભિમાન ઉપજાવનાર છે, અને (૫) આમ તે ચિત્તનો અનેક પ્રકારે ભાવશત્રુ-પરમાર્થરિપુ છે, માટે તેમાં અભિનિવેશ કરવો મુમુક્ષુને યોગ્ય નથી. (૬) સર્વ વિકલ અવિદ્યાસંગત છે, અને તેની યોજના-ગોઠવણી કરનાર આ કુતર્ક છે, માટે તેથી શું કામ છે ? (૭) આ સર્વ કુતર્ક જાતિપ્રાય એટલે દૂષણભાસપ્રધાન છે, પ્રતીતિથી અને ફલથી બાધિત છે. દૂર રહેલાને હાથી હણે ? કે નિકટ રહેલાને? તેના જેવા વેદિયાડાની જેમ. (૮) વળી આ કુતર્કમાં છેવટને જવાબ સ્વભાવ” છે. અને આ સ્વભાવ તે તત્ત્વથી છદ્મસ્થાને ગોચર નથી, કારણ કે અન્યથી તે અન્ય પ્રકારે ક૯પવામાં આવે છે. જેમકે અગ્નિ ભીંજવે છે, પાણી બાળે છે, ઈત્યાદિ. (૯) આમ સર્વત્ર લેકપ્રતીતિથી બાધિત એવું દૃષ્ટાંત સુલભ છે, તે પછી આવા દૃષ્ટાંતપ્રધાન કુતર્કને કણ વારી શકે ? જેમકે-બે ચંદ્ર ને સ્વમવિજ્ઞાનના ઉદાહરણના બલ ઉપરથી ઊઠતે કુતર્ક સર્વ જ્ઞાનનું નિરાલંબનપણું સાધે છે! (૧૦) આમ લેકપ્રતીતિથી બાધિત એવું સર્વ કાંઈ પણ અસમંજસ કુતર્કથી સર્વત્ર પ્રાપ્ત થાય છે. કુતર્કથી ગમે તેવું અગડંબગડે ગમે ત્યાં સાબીત થઈ શકે છે ! તે પછી આવા અનિષ્ટ દુષ્ટ કુતર્કનું શું પ્રજન છે?
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy