SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ વિધાતીર્થ વિધાલય - શ્રી મહાવીર જૈન વિદ્યાલય પંજાબ કેસરી આચાર્યશ્રી પ.પૂ. વિજય વલ્લભસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશિષ સહ આજથી ૧૦૦ વર્ષ પૂર્વે વિ.સ. ૧૯૭૦, ફાગણ સુદી પાંચમને સોમવાર, તા. ૦૨/૦૩/૧૯૧૪ના શુભ દિવસે "શ્રી મહાવીર જૈન વિદ્યાલય”ની મંગલ સ્થાપના કરવામાં આવી. પૂ. ગુરુદેવે જોયું કે ગુજરાતના નાના ગામો અને શહેરોમાં યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત ન હતી. ઉચ્ચ અભ્યાસની તીવ્ર ધગશવાળા ઉચ્ચ ગુણાંક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ લક્ષમાં લઈને આપણા સમાજના યુવાધનના ઉચ્ચ અભ્યાસની સગવડતા ઉભી કરવાના ધ્યેય સાથે પૂ. ગુરુદેવે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા આપી. પૂ. ગુરુદેવના મનમાં ઉચ્ચ અભ્યાસ માત્ર બૌધિક વિકાસ માટે જ નહી પરંતુ વિદ્યાપિપાસુના સર્વગ્રાહી વિકાસનું કારણ બને તેજ વિચારોથી પૂ. ગુરુદેવે ઉચ્ચ વ્યવાહરિક અભ્યાસ સાથે ધાર્મિક સંસ્કારના સિંચનના અભ્યાસને સંલગ્ન કર્યા. સંસ્થાની સ્થાપના સમયે ત્રણ મૂળભૂત મુદ્દાઓ વિચારવામાં આવ્યા હતા. રાત્રિભોજન નિષેધ, અભક્ષ્યનો ત્યાગ અને જિનપૂજા સાથે ધાર્મિક અભ્યાસ વિગેરે ધ્યાનમાં રાખીને પંદર વિદ્યાર્થીઓ સાથે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” ૧૯૧૫માં ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવ્યું. જે આજે વટવૃક્ષરૂપી ગુજરાત-મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનનાં મુખ્ય શહેરોમાં ૧૨ શાખાઓ, ૧૬૦૦ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓથી અધિક અભ્યાસ કરી શકે તેવી અદ્યત્તન સુવિધાઓ સાથેના વિદ્યાર્થીગૃહો | કન્યા છાત્રાલયો કાર્યરત છે. શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા વિદ્યાલયે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એજ્યુકેશન ફાઉન્ડેશન નામનું નવું ટ્રસ્ટ રચી વડોદરા મુકામે એમ.બી.એ. કોલેજ શરૂ કરેલ છે. આપણા સમાજના યુવાધન ઉચ્ચ પ્રોફેશનલ શિક્ષણથી આર્થિક કારણોસર વંચિત ન રહે તે માટે વગર વ્યાજની લોન સહાય યોજના ચાલુ છે. આ યોજના હેઠળ વિદ્યાલય દ્વારા ભારત અને પરદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે. જૈન સાહિત્ય અને પ્રકાશનને ઉત્તેજન :(૧) સંસ્થા દ્વારા જૈન ધર્મના પુસ્તકોના પ્રકાશનને ઉત્તેજન મળે તે માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે અને આ ટ્રસ્ટ દ્વારા આગમના ગ્રંથો તૈયાર કરવામાં આવે છે. તેમજ અન્ય પુસ્તકોનું પ્રકાશન પણ સંસ્થા દ્વારા પ્રગટ કરવામાં આવે છે. સાદી અને સરળ ભાષામાં વિવેચનાત્મક અને સંશોધનાત્મક સાહિત્યની વિપુલ સામગ્રી પ્રકટ કરવાની સમયદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ અને સંસ્થાના અનેકમુખ ઉત્કર્ષના પૂરસ્કર્તા સ્વ. શેઠશ્રી મોતીચંદભાઈ કાપડિયાની ભાવના હતી અને આ માટે સ્વ. શેઠશ્રી મોતીચંદભાઈ કાપડિયાએ ગ્રંથમાળાના સંપાદન કાર્યની શરૂઆત કરી અને આજદિન સુધીમાં ૯ પુસ્તકો તથા શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ (સંગ્રાહક અને સંપાદક) ગ્રંથમાળાના જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ થી ૧૦ અને અન્ય સાત પુસ્તકો તથા મુનિશ્રી નંદિઘોષ વિજયજી પ્રકાશિત બે પુસ્તકો પ્રકાશિત થયેલ છે. (૨) જૈન સાહિત્યનો પ્રસાર, પ્રચાર અને ઉત્તેજન મળે તે માટે આજ દિન સુધીમાં ૨૩ જૈન સાહિત્ય સમારોહનું જુદા જુદા સ્થળે આયોજન કરવામાં આવેલ છે. વિધાલયની શાખાઓ : મ | સ્થાપના વર્ષ વિધાલય શાખા અને ફોન નં. ઈ-મેઈલ આઈ.ડી ૧૯૨૫ ૧૫ વિદ્યાર્થીઓ સાથે સને ૧૯૧૫માં શરૂ થયેલા શ્રી મહાવીર જૈન At present under વિદ્યાલય, ગોવાલિયા ટેન્ક પર સંસ્થાના મકાનમાં ભાવનગર રાજ્યના redevelopment દીવાન સર પ્રભાશંકર પટનીના શુભ હસ્તે તા. ૩૧/૧૦/૧૯૨૫ “શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ” ૧૯૪૬ શ્રી ભોળાભાઈ જેસીંગભાઈ વિધાર્થીગૃહ, પાલડી બસ સ્ટેન્ડ સામે, પાલડી,| ahmedabad@smiv.org અમદાવાદ-૩૮૦૦૦૬. ટેલિફોનઃ (૦૭૯) ૨૬૫૭૯૯૫૩, ૨૬૫૮૪૩૫૨. ૧૯૪૭ શ્રી મહાવીર જૈન વિદ્યાલય | શ્રી ભારત જેન વિધાલય pune@smjv.org આગરકર રોડ, બી.એમ.સી. કોલેજની બાજુમાં, પૂના-૪૧૧૦૦૪. ટેલિફોનઃ (૦૨૦) ૨૫૫૧૨૨૬. ૧૯૫૪ શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિધાર્થીગૃહ, આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, | vadodara smiv.org વડોદરા-૩૯૦૦૦૪. ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૩૨૪૬૮. ૧૯૬૪ શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિધાર્થીગણ, પંચાયત કાર્યાલય નજીક, vidyanagar@smjv.org વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦. ટેલિફોનઃ (૦૨૬૯૨) ૨૩૦૨૧૧. ૧૯૭૦ શ્રી મણીલાલ દુર્લભજી વિધાર્થીગૃહ, હીલ ડ્રાઈવ, તળાજા રોડ, bhavnagar@smjv.org ભાવનગર-૩૬૪૦૦૨. ટેલિફોનઃ (૦૨૭૮) ૨૫૬૩૯૬૯. ૧૯૭૨ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી વિધાર્થીગૃહ andheri @smjv.org જુહુ લેન, વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. ટેલિફોનઃ (૦૨૨) ૨૬૭૧૮૬૪૧, ૨૬ ૨૪૧૪પ૭.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy