SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દૃષ્ટિ : સાર, યાગષ્ટિ કળશ કાવ્ય (૫૫૩) પેાતાના પતિમાં જ લીન રહે છે, તેમ. એથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે એને ભાગે ભવહેતુ–સંસારકારણ થતા નથી. માયાજલને તત્ત્વથી—તેના સ્વરૂપથી દેખનારા પુરુષ જેમ બેધડકપણે શીઘ્ર તેની મધ્યેથી, વ્યાઘાત પામ્યા વિના, ચાલ્યા જાય જ છે; તેમ માયાજલની ઉપમા જેને ઘટે છે, એવા ભેગાને તેના સ્વરૂપથી દેખનારા સમ્યગ્દષ્ટિ દૃષ્ટા પુરુષ, તે ભાગવતાં છતાં અસંગઅનાસક્ત હોઇ, પરમપદ પ્રત્યે જાય જ છે. પણ ભાગ જેને મન તત્ત્વરૂપ-સાચેસાચા ભાસે છે, એવા ભાગતત્ત્વ પુરુષને તે ભવસમુદ્રનુ. ઉલ્લઘન થતુ નથી. કારણ કે તેની તથાપ્રકારની બુદ્ધિથી તેના ઉપાયમાં તેની અપ્રવૃત્તિ હાય છે. માયાજલમાં જેને તેવા વિપર્યાંસને લીધે દૃઢ અભિનિવેશ-આગ્રહ છે, એવા કાણુ અહીં માયામાં-જ્યાં જલબુદ્ધિ છે તે માગે જાય? એટલે તે તે ભવાદ્વિગ્ન-ભવથી દુઃખ પામતા રહી, જેમ ત્યાં જ-માગમાં જ નિઃસ ́શય સ્થિતિ કરે છે, તેમ ભાગજ ખાલથી માહિત એવા તે મેાક્ષમામાં પણ · સ્થિતિ’ કરે છે, જ્યાં છે ત્યાંના ત્યાં જ પડયો રહે છે, પણ આગળ પ્રગતિ કરતા નથી. સદા સવિચારરૂપ મીમાંસા ભાવથી આ દૃષ્ટિમાં કદી માહુ હાતા નથી, એથી કરીને ‘અમેાહસ્વરૂપ' એવા ધમૂત્તિ' જ્ઞાની પુરુષને સદૈવ હિતાય જ હોય છે, અર્થાત્ ઉત્તરાત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતને-આત્મકલ્યાણના સમુય થયા જ કરે છે. " $ ચાગદૃષ્ટિ કળશ કાવ્ય હરિગીત કાંતા સમી નિત કાંત કાંતા દૃષ્ટિ યાગિજન તણી, તારા સમી દર્શનપ્રભાથી ચમકતી નિત્યે ઘણી; સૂક્ષ્માષ પ્રકાશ ક્રાંતિ ચિદાકાશ ઝગાવતી, પુષ્ટ તત્ત્વવિચારણામયમીમાંસા ખલથી અતિ. ૧૨૭ મ્યાનથી અસિ જેમ આત્મા ભિન્ન દેહાર્દિ થકી, અવિનાશ ને ઉપયેાગવંતા દેખતા નિત્યે નકી; ચેગી પરા ધીર ધારણા આત્મસ્વરૂપે ધારતા, પરભાવ તેમ વિભાવમાં કદી મેાદ તે ન ધરાવતા. ૧૨૮ આત્મ સ્વભાવે વત્તનારૂપ ધર્મોમાં વર્ઝન થકી, આચારની શુદ્ધિ પરા આ પામતા યાગી નકી; ધમ માં એકાગ્રમન આ ધર્મમૂત્તિ મહાત્મને, આ ધમના મહિમા થકી હેાયે અતિ પ્રિયતા જને. ૧૨૯
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy