SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫૨) ગદષ્ટિસમુચ્ચય હોય છે. મોહાંધકાર હરનારી મીમાંસાદીપિકાના૪ તત્વપ્રકાશવડે સદાય હિતેાદય કરીને તેને સદાય આત્મકલ્યાણની-ધર્મની વૃદ્ધિ થયા જ કરે છે. તેને વસ્તુસ્વભાવરૂપ આત્મધર્મ અધિકાધિક અંશે ઉન્મીલન પામત જાય છે, પ્રગટતો જાય છે. આમ તેની આત્મદશા ઉત્તરોત્તર ચઢતી કળાને પામતી જાય છે, તે ઉત્તરોત્તર ઉત્તમ આત્મગુણની શ્રેણી પર આરૂઢ થતું જાય છે. જેમ બીજને ચંદ્રમાં ઉત્તરોત્તર ચઢતી કળાને પામી પ્રાંતે પૂર્ણતાને પામે છે, તેમ આ સમ્યગદષ્ટિ મહાત્મા યેગીને હિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી પૂર્ણ સ્વરૂ૫૫ણને પામે છે. “ભગતત્વને રે એ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભેગ; તે એ દષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સંગ. ધન ધન શાસન શ્રી જિનવરતણું !” શ્રી કે. દ, સજઝાય. – Eા કાંતા દષ્ટિ: કેપ્ટક ૧૨ દાન-તારા સમાન | અન્યમુદ્ ચિત્તદોષ ત્યાગ | ગાંગ-ધારણું | મીમાંસા-ગુણપ્રાપ્તિ – કાંતા દૃષ્ટિનો સાર – છઠ્ઠી કાંતા દષ્ટિમાં, આગલી દૃષ્ટિમાં જે નિત્યદર્શન, પ્રત્યાહાર, અબ્રાંતિ, સૂફમબોધ વગેરે કહ્યું, તે તે હોય જ છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે એવું હોય છે. તે ઉપરાંત અત્રે ધારણુ નામનું છઠું માંગ પ્રાપ્ત થાય છે. એ પરમ ધારણાને લીધે અત્રે અન્યમુદ્ નામને ચિત્તદોષ હેતે નથી, અર્થાત્ ચિત્ત ધર્મ શિવાય કેઈ અન્ય સ્થળે આનંદ પામતું નથી. અને હિદય કરનારી એવી નિત્ય મીમાંસા-સદવિચારણા અત્ર હોય છે. આ દષ્ટિમાં ધર્મના માહાભ્યને લીધે સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે. અને તેથી કરી આ દષ્ટિવાળો યેગી પુરુષ પ્રાણીઓને પ્રિય થઈ પડે છે, અને તે ધર્મમાં એકાગ્ર મનવાળો હોય છે. એનું મન સદાય કૃતધર્મમાં લીન રહે છે, અને કાયા જ બીજા કામમાં હોય છે, – જેમ પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત ઘરનાં બીજા બધાં કામ કરતાં પણ + " मीमांसादीपिका चास्यां मोहध्वान्तविनाशिनी ।। તત્વોને તેના ચાન્ન જાણમા !” –શ્રી દ્વા દ્વા. ૨૪-૧૫
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy