SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩૪) ગદષ્ટિસમુચ્ચય પરવતુમાં પરમાણુ માત્ર પણ હારું નથી. હું તે એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય ચૈતન્યસ્વરૂપી અરૂપી આત્મા છું. આ સમસ્ત પરવસ્તુની સાથે મહારે કંઈ પણ લેવાદેવા નથી. પૂર્વે મેહથી આ પરવસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદ્ગલ કર્મબંધથી બંધાયો છું, તે આ કમપુદ્ગલે પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે, તે ભલે પોતાનું લેણું લઈ લઈ મને ઝટ ઋણમુક્ત કરે ! બાકી “હુતે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે મહારી નથી કે હું હેને નથી.” હું તે હું છું, તે તે તે છે. હારૂં તે મ્હારૂં છે, તેનું તે તેનું છે. હે ચેતન ! હારૂં છે તે હારી પાસે છે, બાકી બીજું બધું ય અનેરું છે, માટે આ પરવસ્તુમાં તું હુંકાર હુંકાર શું કરે છે? મારું મારું શું કરે છે? આત્માને હુંકાર કરી એ હુંકાર તું તોડી નાંખ. ‘મારું 'ને મારું એમ નિશ્ચય કર. આવી પરમ ઉદાસીન વૃત્તિવાળી અખંડ આત્મભાવનાના મહાપ્રભાવને લીધે જ જ્ઞાની પુરુષ પરવસ્તુના ભાગ મળે રહ્યા છતાં પણ ભોગથી લિપ્ત થતા નથી, પરંતુ કાજળની કેટડીમાં પણ અસંગ રહી, ડાઘ લાગવા દીધા વિના ભોગકર્મને ભોગવી જ્ઞાનીને ત્રિકાલ નિર્જરી નાંખે છે, પણ બંધાતા નથી ! એ પરમ આશ્ચર્ય છે. પરમ વૈરાગ્ય જ્ઞાની તીર્થકર ભગવાનના ભોગાવલી કર્મના ભોગવટાનું આ જ પરમ રહસ્ય છે. આજન્મ પરમ વૈરાગી એવા તીર્થકર દેવને પૂર્વ પ્રારબ્ધદયથી અનિચ્છતાં છતાં કંઈક વખત ગૃહવાસમાં સ્થિતિ કરવાનો પ્રસંગ પણ પડે છે, પણ શ્રતધર્મ માં દઢ જ્ઞાનાક્ષેપકવંત પરમ આત્મજ્ઞાની એવા તે પરમ પુરુષ ભોગકર્મને ભેગવતાં છતાં પણ બંધાતા નથી,-ઉલટા તે ભોગાવલી કમ ભોગવીને નિર્જરી નાંખે છે, ખેરવી નાંખે છે. આ વાત શાશ્વપ્રસિદ્ધ છે. (જુએ, પૃ. ૨૭૩-૨૭૪) એ જ પ્રકારે કેઈ અપવાદરૂપ સમર્થ જ્ઞાની વિશેષને પૂર્વ પ્રારબ્ધના યોગથી. ખરેખરા અંત:કરણથી અનિચ્છતાં છતાં, સંસારવાસમાં રહેવાને પ્રસંગ પરાણે આવી પડે, તે તે પરમ સમર્થ યેગી અત્યંત આત્મજાગૃતિપૂર્વક તે સંસારપ્રસંગમાં આવા જ્ઞાની પણ અસંગ રહી, તેમાંથી નિલેષપણે ઉત્તીર્ણ થવાને પરમ પુરુષાર્થ અપવાદરૂપ કરે છે; અને ધાર તરવારની સેહલી-દેહલી ચૌદમાં જિન તણું ચરણસેવા”ની જેમ, સંસાર ઉપાધિ મળે સ્થિત છતાં પરમ આત્મસમાધિ જાળવી, શુદ્ધ આત્માનુચરણમય ચારિત્રની બેધારી તલવાર પર ચાલવાનું અદ્દભુત બાજીગરપણું દાખવી, પિતે સાધેલા પરમ અદ્દભુત આત્મસામર્થ્યોગને પર બતાવે છે અને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. પણ આવા અપવાદરૂપ ગીઓ તે કઈક વિરલા જ હોય છે, કારણ કે ત્યાગ અવસ્થામાં આત્મસમાધિ જાળવવી દુષ્કર છતાં સુકર x“अहमेदं एदमहं अहमेदरसेव होमि मम एदम् । अण्णं जं परदव्वं सञ्चित्ताचित्तमिस्सं वा ॥ एयत्तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो । શ્રી સમયસાર ગા. ૨૦-૨૨, (આના અદ્દભુત પરમાર્થ માટે જુઓ શ્રીઅમૃતચંદ્રાચાર્યજીની ટીકા)
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy