SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દુષ્ટિ : અન્યમુદ-“મને ન ગમે તે બીજાને સંગ’ (૫૧૭) ધારણવાળા ભેદજ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક-જાગતા હોય છે, અને પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા ને મૂંગા હોય છે ! “અરમકવૃત્તાવત્તિના :, પવૃત્તી વિષયૂઃ શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મપનિષદ. અન્યમુદ્ દોષને નાશ. “ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશે હો પ્રીત...જિનેસર ! બીજે મન મંદિર આણું નહિં, એ અમ કુલવટ રીત...જિ.” શ્રી આનંદઘનજી. અને અત્રે આવી સ્વસ્વરૂપમાં દઢ અવધારણરૂપ ધારણ હોય છે, એટલા માટે જ આ દષ્ટિમાં સ્થિતિ કરતા દઢ યેગીને અન્યમુદ્ હોતી નથી, અન્ય સ્થળે હર્ષ ઉપજતે નથી, એક આત્મા સિવાય બીજે ક્યાંય આનંદ થતો નથી, કારણ બીજે મન- કે પરમ આનંદના નિધાન સચ્ચિદાનંદરૂપી ભગવાન આનંદઘન મંદિર આણું આત્માના પરમ અમૃત સુખને રસાસ્વાદ જેણે ચાખે હેય, તેને નહિં તેનાથી અન્ય એવા “બાકસ બુકસ” જેવા તુચ્છ વિષયસુખમાં કેમ રસ આત્મા અને આત્મધર્મ શિવાય તેને બીજું કંઈ પણ કેમ ગમે? આવા આત્મારામી સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષને કેવળ આત્મનિમગ્નતામાં જ આનંદ ઉપજે છે. એક ક્ષણ પણ એ સુખને વિરહ તે ખમી શકતા નથી. અને અનિચ્છતાં છતાં કદાપિ કર્મજન્ય બાહ્ય ઉપાધિ પ્રસંગથી તે અમૃતસુખસિંધુના અખંડ અનુભવનમાં વિપ્ન આવે, તે તેથી તેને આત્મા અત્યંત સંવેદનવાળે પ્રશસ્ત ખેદ અનુભવે છે. –એવી ઉત્કૃષ્ટ આત્માકારતા જ્ઞાની પુરુષની વર્તે છે. “મનમેહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી; મહતિમિર રવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઊપશમચી.... હું તે વારિ પ્રભુ ! તુમ મુખની.”—શ્રી દેવચંદ્રજી. કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ પરમ આત્મતત્વના એવા પરમ ભક્ત હોય છે, તેના પ્રત્યે એમને એવી અનન્ય પ્રીતિ પ્રગટી હોય છે, એવો પરમ પ્રેમપ્રવાહ પ્રવહત હોય છે, કે એ શિવાય બીજે કયાંય એમનું ચિત્ત ચંચમાત્ર પણ રતિ મને ન ગમે છે પામતું નથી. શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે તેમને એવી અપૂર્વ બીજાને સંગ પ્રીતડી બંધાણી છે, કે તેને બીજાને સંગ ગમતું નથી. માલતી ફૂલે જે મહ્યો હોય તે ભમરો બાવળની ડાળ પર કેમ બેસે ? પવિત્ર પ્રવાહી ને શીતલ સુગંધી ગંગાજલમાં જે હંસ ઝીલ્યો હોય, તે અશુચિ બંધિયાર ને દુઃખદ દુધી ખાચિયાના પાણીમાં કેમ રમે ? અત્યંત ઉત્કંઠાથી જે “પીઉ પીઉ” જપી
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy