SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧૬) ગદષ્ટિસમુચ્ચય તેઓ પૌગલિક વિષયભેગથી નિરંતર દૂર દૂર ભાગે છે, અને કાચબાની જેમ વિષયમાંથી ઇદ્રિને પ્રત્યાહાર કરે છે–પાછી ખેંચી લે છે. એટલે એમની આશ્રવભાવની ચાલ સહેજેઅનાયાસે છૂટી જાય છે, અને ઉગ્ર સંવર દશા પ્રગટે છે. જેથી તેઓને આત્મા પોતે જ સાક્ષાત્ સંવરરૂપ થાય છે, સવરૂપગુપ્ત બને છે. આમ નિત્યદર્શન-પ્રત્યાહાર આદિ પાંચમી દષ્ટિના ગુણગણુનો આત્મલાભ અત્ર છઠ્ઠી દ્રષ્ટિમાં વિશેષ પ્રબળપણે-નિર્મળપણે અનુવર છે જ. આવા પરમ ઉદાર ગુણસંપન્ન સમ્યગદષ્ટિ સન્દુરુષને દેખીને અન્ય જીને પણ તેમના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ કુરે એવી તેમની જનપ્રિયતા હોય છે. આ મહંતોના સ્વરૂપાચરણરૂપ ચારિત્રને કઈ એ મુંગો મહાપ્રભાવ સ્વયં કુરે છે, કે તેમને જોતાં જ બીજા ને તેમના પ્રત્યે કુદરતી પ્રેમ-બહુમાન ઉપજે છે. યોગનું છછું અંગ-ધારણા “જિનરાજની સેવા કરવી, ધ્યેય ધ્યાન ધારણા ધરવી.”—શ્રી દેવચંદ્રજી આ દૃષ્ટિમાં ધારણા નામનું છઠ્ઠું ચોગ અંગ પ્રાપ્ત થાય છે, કારણ કે પ્રત્યાહાર નામનું પાંચમું અંગ સાંપડ્યા પછી સ્વાભાવિક ક્રમે ધારણ થાય છે. ધારણું એટલે ચિત્તને દેશબંધ, ચિત્તને અમુક મર્યાદિત દેશમાં–ક્ષેત્રમાં બાંધી રાખવું-ધારી વિભાવ નિવૃત્તિ રાખવું તે ધારણા, એમ તેની વ્યાખ્યા છે. મનમર્કટ ચારે કોર ભ્રમણ સ્વભાવ પ્રવૃત્તિ કરવાનો અતિ ચંચલ સ્વભાવ ધરાવે છે, તેને નાસાગ્ર આદિમાં સ્થિર કરવું, અથવા શ્રુતસ્કંધના નિરંતર આરોહણ-અવરોહણમાં રોકી રાખવું, પ્રભુભક્તિરૂપ ખીલામાં પ્રેમની સાંકળથી બાંધી રાખવું, અથવા શુદ્ધ આત્મચિંતનના વ્યાપારમાં ધારી રાખવું તે ધારણા છે. (જુઓ પૃ. ૨૧૨-૨૧૩) આત્માને પરભાવમાંથી પ્રત્યાહુત કરેપાછો ખેંચ તે પ્રત્યાહારનું કામ છે, ને તેને આત્મભાવમાં ધારી રાખ તે ધારણનું કામ છે. આમ ચિત્તને વિષયોમાંથી વ્યાવૃત્ત કરી આત્મભાવમાં જ પ્રવૃત્ત કરવું, આત્મસ્વરૂપ ધર્મમાં જ ધારી રાખવું એવી શુદ્ધ ધારણા સમ્યગદષ્ટિ યેગી પુરુષ ધરે છે, કે જે અંતે તત્તાનંદમય પૂર્ણ સમાધિમાં લયને પામે છે. આવી ઉત્તમ આત્મધારણવાળા સમ્યગૃષ્ટિ જ્ઞાની પુરુષ પર પરિણતિ* છેડી દઈ, ભેદવાદોનું ખંડન કરી, ઉદિત અખંડ એવા પ્રચંડ જ્ઞાનમય સ્વભાવમાં સ્થિતિ કરે છે, તે પછી તેને બીજી કર્તા-કર્મ પ્રવૃત્તિને અવકાશ કયાંથી હોય છે અથવા પૌગલિક કર્મ બંધ કયાંથી હોય?” આવી અદભત આત્મસ્વભાવ ધમમય * "परपरिणतिमुज्झत् खंडयझेदवादा-निदमुदितमखण्डं ज्ञानमुञ्चण्डमुच्चैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तेरिह भवति कथं वा पौद्गलः कर्मवन्धः॥" (ઈત્યાદિ વિશેષ માટે જુઓ)–શ્રી સમયસારકલશ.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy