SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ: કર્મ આદિ આત્માથી બાહ્ય (૪૮૧) કિંમતી ખજાને, એવો આ આત્મા મુખ આગળ પ્રગટ ઉઘાડે પડ્યો છે–સાવ ખુલ્લે પડયો છે, છતાં આ અજ્ઞાની જગત્ અંધની જેમ તેને ઉલ્લંઘી જાય છે! તે આમ કરે છે તેનું કારણ તેને આ પરમ જ્ઞાનજ્યોતિને પ્રકાશ સાંપડ્યો નથી તે છે, એટલે અજ્ઞાનરૂપ અંધકાર વ્યાપી રહ્યો હોઈ, તે બિચારૂં આ પરમ નિધાન દેખતું નથી, અને “અંધે અંધ પલાય” આંધળાની પાછળ આંધળા દેડતા હોય એવી ચેષ્ટા કરે છે ! પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હે જાય....જિનેસર! જોતિ વિના જુએ! જગદીશની, અંધે અંધ પલાય...જિનેસર ! ધર્મ.” -શ્રી આનંદઘનજી. પણ આ ગદષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષને તે અબાહ્ય એવી આંતરુ તિનું પ્રગટ દર્શન થયું છે, જગદીશની તિને પ્રકાશ સાંપડ્યો છે, એટલે તેણે તે આ પરમ નિધાન પ્રગટ મુખ આગળ” દીઠે છે. એવા સમ્યગ્દષ્ટિ પુરુષને તે પિતાની પૂર્વ અજ્ઞાન અવસ્થાનું સ્મરણ થતાં પોતાના પ્રત્યે હસવું આવે છે ! તે વિચારે છે કે આ૫ આ૫કું ભૂલ ગયા !” પોતે પોતાને ભૂલી ગયે એનાથી તે બીજું મોટું અધેર કર્યું? એ ફરી ફરી યાદ કરતાં કરતાં અમને હસવું આવે છે ! પણ હવે તે અમે ફરીથી નહિ ભૂલીએ ! પરમ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક વચને કહ્યા છે કે – આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અધેર? સુમર સુમર અબ હસત હે, નહિ ભૂલેગે ફેર.”—શ્રીમદ્ રાજચંદ્રજી. આ કેવલ જ્ઞાનતિ જ અબાહ્ય છે, બાકી બીજું બધુંય બાહ્ય છે, અર્થાત્ કર્મ, કર્મ આદિ આત્માથી બાહ્ય છે, તેનો આત્મામાં અંતઃપ્રવેશ નથી. કારણ કે ૪ “પ્રગટપણે અનંત શક્તિવાળી વસ્તુ પણ ભલે હાર આળોટ્યા કરે, પણ વર્તુ x"बहिलठति यद्यपि स्फुटदनंतशक्तिः स्वयम्, तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते, स्वभावचलनाकुलः किमिह मोहित: क्लिश्यते । वस्तु चैकमिह नान्यवस्तुनो, येन तेन खलु वस्तु वस्तु तत् । निश्चयोऽयमपरोऽपरस्य कः, किं करोति हि बहि ठन्नपि ।। यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः, किंचनापि परिणामिनः स्वयं । व्यावहारिकदृशैव तन्मतं, नान्यदस्ति किमपीह निश्चयात् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસાર કલશ.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy