SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૦) ગદષ્ટિસમુચ્ચય તેટલા માટે તે પરમ છે; અથવા એનાથી પર–મોટું કોઈ નથી, એ જ સર્વોત્કૃષ્ટ છે, એ જ સર્વોત્તમ છે, તેટલા માટે તે પરમ છે. અને ત્યાં કેવલ માત્ર, એક, શુદ્ધ, અદ્વૈત એવી તે જ્ઞાતિ જ છે, એક ચૈતન્ય ચમત્કાર સિવાય બીજું કાંઈ નથી. “અખંડ અનાકુલ ને અનંત એવી તે પરમ જ્યોતિ અંદરમાં ને બહારમાં સદા સહજ વિલસી રહી છે, ચૈતન્યના ઉછાળાથી તે નિર્ભર હેઈ, મીઠાના ગાંગડાની પેઠે સદાકાલ એકરસને આલંબે છે. X મીઠાને ગાંગડો ગમે ત્યાંથી ચાખે પણ સદા એક લવણરસરૂપ જ લાગે છે, તેમ આ ચૈતન્યઘન જ્ઞાનતિ સદા એક ચૈતન્યરસરૂપ જ અનુભવાય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું કર વિચાર તે પામ.”–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિજી. અને આવું આ પરમ તિર્મય તત્વ અબાહ્ય છે, અંતરમાં જ વતે છે, આત્મામાં જ સ્થિત છે, પિતામાં જ રહે છે, આત્માથી બાહ્ય-ન્હાર નથી. એ આત્માનું અંતસ્તત્વ છે, અને તે જ પોતાનું છે. તે કંઈ હાર ખોળવા જવાની પરમ નિધાન જરૂર નથી. તે તે આત્મામાં જ રહેલું હેઈ, આત્મામાંથી જ ઓળખીને પ્રગટ મુખ ખેળી કાઢવાનું છે. પરંતુ કસ્તુરી જેમ મૃગની નાભિમાં જ છે, પણ આગળ’ અજ્ઞાન મૃગને તેનું ભાન નહિં હોવાથી તે ઢુંઢવા માટે બીજે દેડે છે! તેમ અજ્ઞાની જીવને આ પરમ તત્વ જે પોતાના આત્માની અંદરમાં જ રહેલું છે, જે આત્મા પોતે જ છે, તેનું ભાન નહિં હેવાથી, તે તેની શોધમાં બહાર ભમ્યા કરે છે! પણ અંતર્મુખ થઈ પિતાની અંદર અવેલેકતે નથી ! આમ પરમ નિધાન જે પ્રગટ મુખ આગળ રહ્યો છે, તેને આ અજ્ઞાની જગત્ ઉલ્લંધી જાય છે ! ને તેની શોધમાં હાર નીકળી પડે છે! કેડે છોકરું ને શોધવા ચાલી” એના જેવો ઘાટ થાય છે! ખુલ્લે ખજાનો આવે છે, ત્યાં આંખ મીંચીને ચાલતા, છતી આંખે આંધળા બનેલા મૂખે જનેના જેવી આ વાત બને છે! તેઓ નિકળ્યા'તા તે ખજાને શોધવા, પણ જ્યાં ખજાને આવે છે, ત્યાં “આંધળા શી રીતે ચાલતા હશે તે જોઈએ તે ખરા !” એમ તુક્કો ઊઠતાં તેઓ આંખો મીંચીને ચાલવાને અખતરો કરે છે ! એમ કરતાં તેઓ ખજાનો ઉલ્લંઘી જાય છે–ટપી જાય છે ! અને તે શેધવા માટે આગળ દોડ્યા જાય છે ! પણ પ્રગટ મોઢા આગળ ઉઘાડો પડેલે ખજાને દેખતા નથી ! તેમ અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય–આનંદ આદિ ગુણરત્નોનો પરમ નિધાન, સૌથી મોટામાં મોટો ને કિંમતીમાં x अखण्डितमनाकुलं बलदनन्तमन्तर्बहि-महः परममस्तु नः सह जमुद्विलासं सदा । चिदुच्छलननिर्भर सकलकालमालम्बते, यदेकरससमुल्लसल्लवणखिल्यलीलायितं ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસારકલશ,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy