SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ : દુઃખી પ્રતિ દયા અતિ (૧૪૯) દુઃખિઆ પ્રતિ દયા અતિ, ગુણવત પ્રતિ અષ; ઉચિતપણે સેવન વળી, સર્વત્ર જ અવિશેષ ૩૨ અર્થ –દુખીઆઓ પ્રત્યે અત્યંત દયા, અને ગુણવતે પ્રત્યે અષ, અને સર્વત્ર જ અવિશેષથી ઔચિત્ય પ્રમાણે સેવન, આ છેલ્લા પગલાવર્તાનું લક્ષણ છે. વિવેચન છેલ્લા પુદ્ગલાવત્તમાં-યુગલફેરામાં વર્તતા જીવના મુખ્ય લક્ષણ આ છેઃ-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન ને પ્રત્યે અદ્વેષ, (૩) અને સર્વત્ર ઔચિત્યથી સેવન. તે આ પ્રમાણે – ૧. દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા રોગ વગેરે શારીરિક દુઃખથી, તેમ જ દરિદ્રતા-દૌર્ભાગ્ય વગેરેથી ઉપજતા માનસિક દુઃખથી આધિ-વ્યાધિ-ઉપાધિથી જે બિચારા દુઃખીઆ હોય, પરિતાપ પામી આકુલ–ગ્રાકુલ થતા હોય, તેઓ પ્રત્યે અત્યંત દયા-અનુકંપા કરવી, તે અત્રે પ્રથમ લક્ષણ છે. એટલે કે તે તે દુ:ખથી તે જીવને જે કંપ-આત્મપ્રદેશપરિસ્પદ થતું હોય, તે તેને અનુસરતે કંપ પોતાના આત્માને વિષે થાય, તેનું નામ “અનુકંપા છે. તે દુઃખ જાણે પિતાનું જ હોય એવી ભાવના ઉપજે, જેમ શરીરના એક ભાગને દુઃખ થતાં બીજા ભાગમાં પણ અનુકંપ ઊઠે છે, તેમ બીજાના દુઃખે પોતે દુઃખી થવું તે અનુકંપા છે. અને પિતાનું દુઃખ દૂર કરવાને જેમ પોતે સદા તત્પર હોય, તેમ પરદુ:ખભંજન કરવાને સદા તત્પર હેવું તે જ ખરી અનુકંપા અથવા દયા છે. કારણ કે પરદુઃખ છેદવાની જે ઇચ્છા તેનું નામ જ કરુણ-દયા છે. “પર:દુખ છેદન ઈચ્છા કરુણું.” શ્રી આનંદઘનજી વૈષ્ણવ જન તે તેને કહીએ, પીડ પરાઈ જાણે રે.”– શ્રી નરસિંહ મહેતા આવી ઉત્તમ દયા જે પાળવા ઇચ્છતા હોય, તે પર જીવને દુઃખ કેમ આપી શકે ? પીડા કેમ ઉપજાવી શકે? સૂક્ષમમાં સૂક્ષ્મ જીવને પણ જે દૂભવવા ઈ છે નહિં, તે નાનામોટા કોઈ પણ જીવને કેમ હણી શકે? તેની લાગણી પણ કેમ દૂભવી શકે? તે તો ક્યારેય પણ કોઈ પણ જીવની મન-વચન-કાયાથી હિંસા કરવાથી જેમ બને તેમ દૂર જ રહે. એટલું જ નહિં પણ જેમ બને તેમ સર્વ પ્રયત્નથી તેની રક્ષામાં જ પ્રવર્તે. આ દયા ધર્મવૃક્ષનું મૂળ છે, સર્વ સિદ્ધાન્તનો સાર છે, સર્વ દર્શનને સંમત છે, સર્વ વ્રતમાં પ્રથમ છે, સર્વ સુખસંપદાની જનની છે, સર્વ પ્રાણીનું હિત કરનારી છે. એના જે બીજે એકે ધર્મ નથી. “અહિંસા પરમો ધર્મ”- અહિંસા પરમ ધર્મ છે.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy