SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૮) ગદરિસમુચ્ચય મળેલે આ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે એ અવશ્યનું છે. કેટલાક મૂર્ણો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં આ માનવદેહ વૃથા ગુમાવે છે; અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. આ નામના માનવ ગણાય, બાકી તે વાનરરૂપ જ છે.” “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળ્યો, તેયે અરે ! ભવચક્રને આંટો નહિં એકકે ટળે; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લડો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો ! રાચી રહે ?” -શ્રીમદ રાજચંદ્રજી પ્રણત શ્રી મોક્ષમાળા અને આમ પરમ દુર્લભ ને પરમ અમૂલ્ય એવા મનુષ્ય જન્મમાં જ પ્રાયે ગબીજરૂપ સન્માર્ગની પ્રાપ્તિને સુઅવસર સાંપડે છે, એમ જાણી મુમુક્ષુ જીવે પ્રભુભક્તિ-સતગુરુસેવા આદિ સાધનોની પરમ ભક્તિથી ઉપાસના કરી, જેમ બને તેમ ઉતાવળે આ માનવદેહની સાર્થકતા કરી લેવી,-એવો ધ્વનિરૂપ આડકતરો સાર બોધ અત્રે મહાત્મા શાસ્ત્રકારે આપે છે. તે ઉપદર્શાવતાં કહે છે. चरमे पुद्गलावः क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र यत एतदुदाहृतम् ॥३१॥ ચરમ પુલાવર્ત માં, ક્ષય તો એને હેય; કારણ જીવોનું તિહાં, લક્ષણ આવું જોય-૩૧ અર્થ :–અને છેલ્લા પુદગલાવમાં આ ભાવમલને આ ક્ષય ઉપજે છે; કારણ કે તેમાં વર્તતા જીવોનું લક્ષણ આ (નીચે કહેવામાં આવતું ) કહ્યું છે – જે કહ્યું છે, તે બતાવવા માટે કહે છે दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । औचित्यात्सेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥ ३२ ॥ વૃત્તિઃ-૨ પુનરાવ–ચરમ પુદ્ગલાવમાં, યક્ત લક્ષણવાળા છેલ્લા પુદ્ગલાવત્તમાં, ક્ષયગ્રાહ્યોTTER-આ ભાવમલનો ક્ષય ઉપજે છે. વીવાનાં ક્ષણે તત્ર-ત્યાં છેલ્લા પુલાવર્તામાં જીવનું લક્ષણ, ચત પુતતુલાતમુ-કારણ કે આ (કહેવામાં આવે છે તે ) કહ્યું છે. વૃત્તિઃ-ફુલ્લિતેપુ—શરીરઆદિ દુ:ખથી દુઃખીઆઓ પ્રત્યે, યાચન્ત–અત્યંતપણે દયા, સાનુશયપણું, અનુકંપાભાવ; અષા–અષ, અમત્સર. કાના પ્રત્યે ? તે કે મુળવરનું જ-વિદ્યા વગેરે ગુણોથી યુક્ત એવા ગુણવંતે પ્રત્યે. શૌનિત્યાન્સેવન વૈવ-તેમ જ ઔચિત્યથી સેવન, શાસ્ત્ર અનુસારે ઉચિતપણુએ કરીને સેવન; સત્ર-સર્વત્ર જ, દીન વગેરે પ્રત્યે, અવિશેષતઃ અવિશેષથી, સામાન્યથી.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy