SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તાત્પર્ય કે–ભવબંધનથી છૂટવા માગતા હોય તે જ છૂટે, પણ બંધાવા માગતા હોય તે કેમ છૂટી શકે ? છૂટવા માગતો હોય તે મુમુક્ષુ જ છૂટવાના ઉપાયરૂપ આ મેક્ષમાર્ગને, યોગમાગને સેવે, અને તેને જ તે સમ્યફપણે પરિણમે. પરંતુ ખરેખર છૂટવા જ ન માગતો હોય અને લેગ્મમાં માંખીની જેમ આસક્તિથી ભવમાં બંધાવા માગતું હોય એ વિદ્વાન કે અવિદ્વાન્ ભવાભિનંદી * જીવ તે યોગ સેવવાની ચેષ્ટા કરવા જાય, તો પણ તેને વિષમિશ્રિત અન્નની જેમ વિપરીત પણે પરિણમે. કારણ કે તેની મતિના યોગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે, અંતરંગ પરિણતિ-વૃત્તિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વર્તે છે, એટલે તેને યોગ પણ “અયોગ થઈ પડે છે. આમ ભવાભિનંદીની યોગક્રિયા પણ નિષ્ફળ હોય છે, અને “વાસિત બોધ આધાર' રૂપ અસત્ પરિણામથી અનુવિદ્ધ હોવાથી તેને બંધ પણ અબોધરૂપ હોય છે. એટલે જ ભવાભિનંદીના બધા મંડાણ નિષ્ફળ હોવાથી તેને આ ગ્રંથમાં “નિષ્ફલ આરંભી” કહેલ છે. વિષય વિકારસહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અગ.”– શ્રીમદ્ રાજચંદ્ર “ દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી. ” શ્રી દેવચંદ્રજી. આમ ગX એ મોક્ષને હેતુ છે અને તેના પાત્ર મુખ્યપણે મુમુક્ષુ છે એ સિદ્ધ થયું. આ બા. કઈ પણ દર્શનના યોગશાસ્ત્રમાં ભેદ નથી, પરંતુ શ્રી ગબિંદુમાં કહ્યું છે તેમ આ યોગનું ક્ષહેતુપણું સત્ એવા ગોચર, સ્વરૂપ ને ફલથી સાધ્ય સાધનાદિ સંશુદ્ધ છે કે કેમ તે આત્મહિતાથી એ અત્ર યત્નથી શોધવું જોઈએ. શુદ્ધિ અર્થાત્ (૧) પ્રથમ તે જેના સંબંધી આ બધે યોગસમારંભ છે, જે યોગને ગોચર-વિષય છે, એવા આત્માનું સત ”-જેમ છે તેમ યથાવત્ શુદ્ધ સ્વરૂપ શોધવું જોઈએ. એકાંતે અનિત્ય-પરિણામી કે એકાંતે નિત્ય-અપરિ ણામી આત્મા માનવામાં આવે છે તેમાં યોગમાર્ગને સંભવ નથી, પરિણામી નિત્ય આત્મા માનવામાં આવે તે જ યોગમાર્ગને સંભવ છે. આમ ગોચરશુદ્ધિ જેવી જોઈએ. (૨) આપણે જે યોગસાધન કરવા માગીએ છીએ તે સ્વરૂપથી “સ” છે કે કેમ? અર્થાત્ આ ગસાધન ખરેખર આત્મસાધક થાય છે કે કેમ? તે તપાસવું જોઈએ. * “ क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्या न्निष्फलारम्भसंगतः ॥ इत्यसत्परिणामानुविद्धो बोधो न सुन्दरः । तत्संगा देव नियमाद्विषसंपृक्तकान्नवत् ॥” x “ मोक्षहेतुर्यतो योगो भिद्यते न ततः क्वचित् । साध्याभेदात्तथाभावे तूक्तिभेदो न कारणम् ।।" मोक्षहेतुत्वमेवास्य किंतु यत्नेन धीधनैः । सद्गोचरादिसंशुद्धं मृग्यं स्वहितकांक्षिभिः ।। જોજન વર્ષ ૮ ચરિ ગુચા ગહ્ય થોકારતોડશું મુલ્યાણાર્થયોra: ” ગબિન્દુ
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy