SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૪૩. સફેદ લાલ કનેરની જડની:શુદ્ધ) છાલ, પારા ગંધકની કજજલી ૬-૬ ટંક, પછી ૩૦ ટંક ધી સારા જાડા કપડામાં લગાડી ઔષધ છાંટી તેઉકાય પ્રયોગ કરી ધી એક પાળમાં લેવું. મદનલતા પર-માલિશ કરવાથી ૨૧ દિવસમાં જ અદ્ભુત ચમત્કાર બતાવે છે, શુન્યતા મટી તેજસ્વી બને છે. ૪૪. નેગડિયા બીજ સેર, ચણોઠી, કનકબીજ, માલકાંગણી અજમો, અસાલિયે, -વા સેર, અંખિયે ટંક ૧, વછનાગ ટંક ૧, બધાંનું પાતાલમંત્રે તૈલ કાઢવું, ૧ રતિ નાગરવેલનાં પાનમાં ખાવું. વિગત મદન શક્તિ પુનઃ પ્રાપ્ત થાય છે, વાત રોગોમાં પણ આ ઔષધ સારે લાભ પ્રદર્શિત કરે છે, ૪૫. ને સેર કૌંચના બીજને દૂધમાં પલાડી છેતરાં દૂર કરે. પાસેર અડદને પાણીમાં ભીંજવી છોતરાં અલગ કરે. પછે બત્તીસાનાં ઔષધ મેળવી ૨-૨ તોલાનાં વડાં બનાવી ગૌધૃતમાં તળે. પછે એ વડાં ૬ સેર મધમાં રાખી ૭ દિવસ અનાજમાં, રાખે. વળી વાર સાત મધ બદલાવી પુનઃ સાત દિવસ, પછી નિત્ય એક એક વડું રોજ ખાય. આ વડાં કામશક્તિ વધારે છે અને તમામ જાતની ધાતુની વિકૃતિઓ દૂર કરી અદ્ભુત લાભ આપે છે. ૪૬. આકડાના પુનું ચૂર્ણ ટંક ૧ ગૌદુગ્ધથી પીવાથી વિગત શક્તિ પ્રાય થાય છે. કામ જાગૃતિ થાય છે. ૪૭. અહિખરાના બીજ, પડસુદી ખાંડ અથવા તો સાકર સાથે લેવાથી કામવૃદ્ધિ થાય છે. સારું' એ છે કે ઘી નાંખીને પાપડી બનાવી લેવી, ૪૮. રાજા જગન્નાથની કામેશ્વર ગુટિકા. - કામેશ્વર ટંક ૬૦, ભાંગ ટંક ૬૦, કેશર. સોનનાં વરક, પાના વરક, પ્રવાલ, મુક્તા, વંશલેચન, અંબર, કસ્તૂરી, કપૂર, ચંદ્રોદય રસ, મોટી હરડે ૬-૬ અંક, દોઢગણું નિવાત મધ સાથે ઘૂંટી નાના બેર બરોબર ગાળિયો કરે. દૂધ કેશરિયા સાથે નિત્ય સેવન કરવાથી અભૂત ગુણકારી છે. સ્તંભન, વીર્યવૃદ્ધિ, નપુંશકતા આદિ દરેક ધાતુગત રોગપર અવ્યર્થ મહૌષધ છે. ૪૯. સિંહવાહની ગુટિકા મહારાણા કુંભાની અફીણ, વછનાગ, કેશર ૨ ટંક, પિસ્તાની ૭ ભાવના દેવી. બાદમાં અકરકરા, ભાંગ, લવિંગ, ગેરકેચલાં, ધતૂરાનાં બીજ અને સમદ્રશાષની બએ ભાવના દેવી, અનન્તર આદુના રસની સાત ભાવના આપવી. અન્તિમ ભાવના કુમારિકા રસની દઈ નાનાં બાર પ્રમાણે ગાળિઓ. બનાવવી. ૧ ગોળી સાંજે સેવન કરવાથી અદ્વિતીય સ્તંભન થાય છે. શતશનુભૂત, ૫૦. પીપલ, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, અકરકરા, હિંગૂલ, અકરકરા, જાયફળ, જાવંત્રી, કેશર, સિંધાડા, અડદ, ઉટીંગણ, મેથી, મઠજડ, મૂસલી, બંગ, લૌહ ભસ્મ સવ ૯-૯ ટંક, ઔષધ સમ નિવાત, મધથી ગાળી બાંધવી. નાના બેર પ્રમાણુ સાંજે ૧ કે બે ગાળિઓ સાંજે દૂધ સાથે લેવાથી અભૂત સ્તંભન થાય છે. ૫૧. શુદ્ધ હિંગલુ, મસ્તંગી, ગંધક શુદ્ધ, અકરકરો, જાયફળ, કેશર, જાવંત્રી, લવિંગ, તજ, કબાબચીણી, કપૂર, ભારંગી, મોટી હરડે, તવીર, બાવળની જડ, ચણાને લેટ, સમસ્ત ઔષધ ૧-૧ ટંક, ખારેક, અહિરેન, ઈર્ષદ રા-રાા તેલા, ખુરાસાણી અજમો ૧૬ તોલા, જૂનો ગોળ ૫૦ તોલા, જૂનો ગોળ | સેર પિસ્તાના પાણીમાં ભીંજવી રાખે, અને એમાંજ બધાં ઔષધની ગળિઓ
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy