________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૨. ત્રિગડુ, ત્રિફલા, વાયવિડંગ, નિશત, ચિત્રક, નેપાલે, સુંઠ, સંચલ, કપીલે, પીપલામૂલ, ટંકણ,
૧-૧ તલ, ગોળ ૧// ટંક, ગોળી બાર સમાન બનાવવી, ગરમ પાણી સાથે આપવાથી રેચ લાગે છે. ૩. ચેષ, એરંડબીજ, નેપાલ, ઈન્દ્રવારિણી જડ, વચ, સમ ભાગે લઈ આકડા અને યૂઅરના દૂધની ૧–૧ ભાવના આપવી, પાતાલ યંત્રે તેલ કાઢી નાભી અને નખ પર ચોપડવાથી રેચ લાગે છે.
ગુદાવર્તિકા ૧. હરતાલ શુદ્ધ, પાણીની સેવાળ, નૌસાદર, સેરાખાર, ૧-૧ ટંક લેવાં, અલસીનાં તેલમાં વર્તિકા
બનાવી પશ્ચિમ દ્વારે ચઢાવવી, વિવેચન થશે. ૨. ગિરિકર્ણિકાને કાંજીના પાણીથી વાટ બનાવી ચઢાવવાથી પણ સારું વિવેચન થાય છે, અને આમ પાણીને બહાર આવી જાય છે.
રેચન-સ્તંભન યોગ ૧. ત્રિગડુ. ટંકણ, ગંધક, અજૈપાલા, સમભાગ લઈને ૧ ટંકની ગોળી ગોળ સાથે બનાવી શીતલ
પાણીથી લેવાથી વિરેચન લાગશે. અને ગરમ પાણી પીવાથી રોકાશે. પશ્ચમાં દહીં મગ અને
ભાત જ લેવાં. ૨. અજેપાલ, તિશત, જમસાઉ, જખાર, સેંધવ. ઈન્દ્રવાસણી મૂલ, મુલેઠી, સંભાલુના બીજ સર્વ
સમ લઈ પ્રહર સુધી મર્દન કરવાં. પછી ૧ માસાની ૧-૧ ગેલી કરવી. શીતલ પાણીથી લેવી.
વિરેચન થશે. રોકવા માટે ગરમ પાણી પીવું. ૩. એલચી, મેંદાલકડી, ધાણા, સતવા સૂઠ, મેટી ઈલાયચી, સુહાગ, ગોપીચંદન, સર્વ ૧-૧ ટંક,
૩ તલા કાલપી મિશ્રી, આ ચૂર્ણ ૧ માસા બરાબર સેવન કરવાથી પેટમાં સંચિત રક્ત બહાર
આવે છે. ૪. રાલ ટંક ૨-૩, બમણી ખાંડ મેળવી પાણી સાથે ફકાવવાથી મલકારનું રક્ત પડતું બંધ થાય
છે. દહીંથી પણ આ ચૂર્ણ આપી શકાય છે. ૫. સોનામાખીના પાન, નિત, મુનફકી, વધારે, મિશ્રી સર્વ પ–પ ટંક. ૭ ગાળિઓ કુલ બનાવવી,
૧ ગોળી સાંજે અથવા તો રાત્રે આપવી. પેટની આમઝરી આરામ મળશે. થોડું ગરમ પાણી
અવશ્ય લેવું. ૬. અજેપાલ-નેપાળાનાં તેલમાં લવિંગ ભીંજવી માણસની વય અથવા બળ જોઈ ૧-ર-૩ સુધી
આપવાથી સૂક્ષ્મ વિરેચન થાય છે. ૭. શૂઅરનાં દૂધમાં ચણાની લેટની એક એક માસાની ગોળીઓ બનાવવી. પછી ગાળી લઈ ઉપર ગરમ પાણી પીવાથી સૂક્ષ્મ રેચ લાગે છે, સોજો ઉતરે છે.
રેચ સ્તંભન-અતિસારાદિ ૧. બકરીની માંગણી વાટી રસ કાઢવો. રસ દહીંનાં ઘોળમાં આપવાથી અતિસાર થંભે છે. ૨. તૂઅરના પાંદડાનો રસ ૧૫ તોલા મધ સાથે આપવો. અતિસારમાં આવતું રક્ત રોકાય છે, ૩. અહિખરાનાં બીજ, જીરું વાટીને દહીથી પાવાથી પણ રક્તાતિસાર થંભે છે,