SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ જોગીદાસને ઉલ્લેખ તેઓ પોતાની રચનાઓમાં કરે છે, જેણે ઉદયપુરથી કેશરિયાજીના અનેક સંઘે કાઢેલા તથા સંવત ૧૫૦૬ માઘ કૃષ્ણા દ્વિતીયા દિન પ્રતિલિપિત સ્વર્ણાક્ષરી કેપસૂત્રની પ્રત સ, ૧૭૩૫ માઘ કૃષ્ણ એકાદશી રવિવારે ઉદયપુરમાં આચાર્યશ્રીને સમર્પિત કરી જે અત્યારે નિત્ય વિનય મણિ જીવન જ્ઞાન ભંડાર કલકત્તા (કેનિંગ સ્ટ્રીટ)માં સુરક્ષિત છે. ક્ષિત છે. " - જેમ પૂર્વ સંસૂચિત કરવામાં આવ્યું છે કે વિજયગચ્છના યતિમુનિઓને રાજા, રાજપરિવાર અને અન્ય પ્રતિષ્ઠિત સરદાર સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ હતા. મહારાણા રાજસિંહને રાજ્ય કાલ મેવાડના સાંસ્કૃતિક ઈતિહાસમાં સ્વતંત્ર સ્થાન ધરાવે છે. સાહિત્ય, સંગીત અને શિ૯૫ તથા ચિત્રકલાનો. વિશિષ્ટ વિકાસ તેમના સમયમાં જ થશે. પૌરાણિક આખ્યાનકે તથા બિહારી સતસઈ, ગીતગોવિંદ, રસિક પ્રીયા, બારામાસા આદિ વિવિધ વિષયક ગ્રંથસ્થ સાહિત્યને ચિત્રિત કરી તેમણે ભારતીય ચિત્રકલાની ઉદયપુર શૈલીને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ સં. ૧૭૨પ ને કાળ અતિ વિષમ હતો. ઔરંગઝેબની મેવાડપર કુદષ્ટિ પડી. તેણે તહવરખાનના સેનાપતિપદે વિશાળ સેના મેવાડને કચડવા માટે મોકલી. અત્યંત ભીષણ પ્રસંગે રાજસિંહ જેવા વીર પુરુષને પણ છપ્પનના વિવશતાવશ આશરો લેવો પડતો. તેમના સેનાપતિઓમાં શ્રમણ સંસ્કૃતિમાં આસ્થાવાન વીર દયાળદાસ એક એવો વીર યોદ્ધો અને મંત્રી હતો. જેણે રાજસિંહને ષડયંત્રના પરિણામેથી પરિચિત કરી બચાવ્યો હતો. ૧ તે વિજયગચ્છનો ઉપાસક હોવાથી આચાર્ય વિનયસાગરસૂરિના પરમ અનુરાગી હતો. તેણે રાજસાગર નામક વિશાલ સરોવરની પાળ પર ભગવાન ઋષદેવસ્વામીનું ભવ્ય ભવન-મંદિર બંધાવ્યું. અને સ. ૧૭૩૨ માં ઉપયુક્ત આચાર્યના કરકમળ દ્વારા પ્રતિષ્ઠા સમ્પન્ન કરાવી. વિનયસાગરસૂરિ રસસિદ્ધ કવિ હતા. તેમની કૃતિઓ અદ્યાવધિ ક્યાંય ઉલિખિત થઈ નથી. તમામ રચનાઓને પરિચય મેં મારા રાજસ્થાનના અજ્ઞાત સાહિત્ય વૈભવ નામના ગ્રંથમાં કરાવ્યું છે. પ્રસ્તુત સંકલનના કર્તા પીતાંબર તથા તેમના ગુરુ વિનયસાગરસૂરિનો ઉલ્લેખ સં. ૧૭૫૬ માં મુનિ મેહનદ્વારા પ્રતિલિપિત એક હસ્તલિખિત ગુટકામાં પણ જણાય છે. પરંતુ તેમને વિશેષ પરિચય પ્રયત્ન કરવા છતાં પણ પ્રાપ્ત થઈ શક્યો નથી. તેમના દ્વારા પ્રાકૃત સંકલિત અનેક રોગમુક્તિના પ્રયોગો એ વાત સિદ્ધ કરી આપે છે કે તેઓ વૈદ્યવિદ્યાવિશારદના બિરુદથી મંડિત હતા. અનેક અનુભવી ચિકિત્સક પાસેથી મેળવેલા પરીક્ષિત પ્રયોગો લૌકિક ભાષામાં રજૂ કરી તેમણે જનસમાજની ઘણી સારી સેવા કરી છે, પ્રયોગો પ્રાપ્ત કરતાં તેઓ પ્રદાતાનાં નામે ટાંકે છે. કહેવાની ભાગ્યે જ આવશ્યક્તા રહે છે કે આ સંકલતમાં મેવાડના રાજ પરિવારમાં વપરાતા યોગે પણ સંકલિત છે, ઠાકરસી નાણા. વાલ, જોષી ભગવાનદાસ એ બને તે કાળનાં ઉદયપુરના વિખ્યાત ચિકિત્સક અને રસાયણશાસ્ત્રી ગુસાંઈ ભારતીના શિષ્યો તથા રાજેદ્ય હતા, એટલે જ પ્રયોગોની ભાષા મેવાડમાં પ્રયુક્ત રાજસ્થાની અર્થાત મેવાડી છે, એટલે મેવાડનાં અઢારમી શતાબ્દીના ગદ્ય ભાષા શાસ્ત્રીય અધ્યયન માટે પણ આ કૃતિ વિશેષ ઉપયોગી છે. ૧ રાજસ્થાનનાં પ્રકાશિત કઈ પણ ઈતિહાસમાં આ પ્રસંગ પર જરા પણ લખાણું નથી, પરંતુ સમસામયિક ખરતરગચ્છીય દષ્ટિ સમ્પન્ન યતિ જયચંદ્ર આને ઉલ્લેખ સ્વરચિત અભૂતપૂર્વ અને ઐતિહાસિક કૃતિ સઈકમાં કર્યો છે. –મુનિ કાન્તિસાગર–સઈકી. એક અધ્યયન
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy