SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં પૂર્વઋષિ કથિત સંક્ષિપ્ત તથ્યનો વિસ્તાર તથા અતિ વિસ્તૃત તથ્થોનું સંક્ષિપ્તકરણ થયું, જૈનાગમ અને બૌદ્ધ સાહિત્યની વાચનાઓની જેમ આયુર્વેદની વિદત્પરિષદ દ્વારા વિભિન્ન કાલેમાં પરિવર્ધન થતું રહ્યું, કાલાન્તરે પૂર્વ લિખિત, સુચર્ચિત તસૈદ્ધાન્તિક વિષય પર પોત-પોતાનાં અનુભંવ દ્વારા આયુર્વેદાન્વેષક વિદ્વન્માન્ય વિભૂતિઓએ રવતંત્ર સાહિત્ય તૈયાર કર્યું. એવી રીતે શતાબ્દીઓ સુધી ચાલશુના માધ્યમથી ચળાતો-ચળાતો આ વિષય પરિપુષ્ટ થશે. જૈનાશ્રિત આયુર્વેદ " કહેવાની ભાગ્યે જ આવશ્યકતા રહે છે કે પરમ નિ:સ્પૃહિ અનાકાંક્ષી અને ક્રાંતદશી જૈનાચાર્યોએ માનવજીવનોપયોગી કોઈ પણ વિષય એવો નથી રાખ્યો, જેના પર પોતાના સાધિકાર વિચાર અભિવ્યક્ત કરી સ્વતંત્ર ગ્રંથ રચના ન કરી હોય. જ્યારે આયુર્વેદ તો સ્પષ્ટતઃ અહિંસાના મૌલિક સિદ્ધાં. તને દૈનિક જીવનમાં વિકસાવવાનું મહત્વનું અંગ છે. અહિંસા ધર્મનો પ્રાણ છે. માનવ જીવનની સુખ, શાંતિ અને સમૃદ્ધિનો મુખ્ય આધાર અહિંસા જ છે. સામાયિક-સંમત્ત્વ-અહિંસા અને સંગઠ્ઠન એ બધાયે શબ્દો આયુર્વેદના સક્રિય વિકાસના પર્યાય જ છે. જૈનાચાર્યોને અધ્યાત્મવાદ વ્યક્તિ પરક નહીં પણ સમાજમૂલક રહ્યો છે. ધર્મનું અસ્તિત્વ જેમ ધમી વિના નથી તેમ સમાજનું અસ્તિત્વ સ્વસ્થ વ્યક્તિઓ વિના નથી, એટલે રવીરશ્ચની સમસ્યા પર પૂર્વાચાર્યોએ ખૂબ જ ભાર મૂકી ધમ અને આચારના નિયમો એવા બનાવ્યા છે કે અવાન્તર રીતે સ્વતઃ માનવને સ્વસ્થ જીવન પર , ગતિમાન કરે. . . જ્યાં સુધી આયુર્વેદ એક સ્વતંત્ર વિજ્ઞાન છે ત્યાં સુધી જૈનાચાર્યોએ તેને વિષદ્ બુદ્ધિમત્તાથી ચચીને જનભાગ્ય બનાવવા માટે પ્રત્યેક અહિંસાત્મક માધ્યમનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. ત્યાં ' સુધી કે સ્તુતિમૂલક સ્તોત્ર સાહિત્ય વિષયક રચનાઓમાં પણ તેઓ આયુર્વેદને વિસરી શક્યા નથી. - ખરતરગચ્છીય અભયદેવસૂરિ કૃત સ્તંભન પાર્શ્વનાથ સ્તોત્રમાં સ્પષ્ટ રીતે સૂચિત કર્યું છે કે - જેવી રીતે પ્રભુના ગુણાવલંબનથી માનવજીવનમાં દુર્ગણો વિનષ્ટ થઈ સગુણ પ્રોત્સાહન પામે છે તેવી રીતે અમુક અમુક ઔષધો દ્વારા શરીરના રોગો સદાને માટે વિનષ્ટ થઈ સ્વાસ્થને વિકાસ થાય છે. તાત્પર્ય કે જેનાગમ સાહિત્યથી માંડીને મધ્યકાળ સુધીના જૈન સાહિત્યનુશીલન દ્વારા વિદિત થાય છે કે જૈન યતિ મુનિઓએ આયુર્વેદના સર્વાગીણ વિકાસ માટે ઘણું ઘણું જાણ્યું, લખ્યું અને વિચાર્યું છે. જૈન ધર્મ અને સંસ્કૃતિના વિવેચનાત્મક ગ્રંથોમાં ભાગ્યે જ કોઈ કૃતિ એવી ઉપલબ્ધ થશે. જેમાં - આયુર્વેદ સંબંધી કેઈ ઉલ્લેખ ન હોય. યદ્યપિ જૈન ધર્માવલંબીઓ દ્વારા થયેલા આયુર્વેદના મહત્ત્વપૂર્ણ કાર્યોના ક્રમિક ઇતિહાસની સમીક્ષા કરવાનું આ સ્થાન નથી પણ એટલું કહેવું આવશ્યક જણાય છે કે શ્રદ્ધાળવી માનસ બહુધા ભાવુકતા વશ અથવા જડ સંસ્કારથી વશીભૂત થઈ માની બેસે છે કે પૂર્ણતયા આધ્યાત્મિક જીવન વ્યતીત કરતા અથવા તો કરાવવાવાળા મુનિઓનો આ ભૌતિક વિષય સાથે - શે સંબંધ ? એ પ્રશ્ન પ્રાણીમાત્રને સુખ પહોંચાડવાની સમસ્વમૂલક પ્રવૃત્તિને ઝાંખપ નથી લગાડતે? વસ્તુતઃ એવા લોકે અહિંસાની સાર્વભૌમિક સૂકમતાથી પરિચિત હોત અને તેમણે સર્વથા દયાનો | મૌલિક મર્મ આત્મસાત કર્યો હોત તે સંભવતઃ આ વિચારરેખા તેમના મસ્તિષ્ક પટલ અંકિત જ ન થઈ હોત ! અસ્તુ. Aત પ્રભાવક આચાર્યો માટે પ્રત્યેક વિષયનું તલસ્પર્શી જ્ઞાન અપેક્ષિત હતું. રસાયણ શાસ્ત્રને તજજ્ઞ અને ભારતીય રસશાસ્ત્રના પ્રવત્તક આચાય નાગાર્જુનના ગુરુ સૂરિવર પાદલિપ્તાચાર્યને જે શરીર િવિજ્ઞાન, ચિકિત્સા જ્ઞાન અને અનુભવ ન હોત તો પાટલિપુત્રના રાજા મુરૂંડનો મસ્તક રોગ કેમ
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy