SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે વાળા-નેહરુના ઉપચાર ૧. ચુને અને નૌસાદર ૧-૧ તોલો, અડધા સેર દહીંમા ઘોળી પાવાથી વાળ ત્રણ જ દિવસમાં બહાર આવે છે. અથવા તો અંદર જ ગળી જાય છે. આ પ્રયોગમાં ચૂનાની માત્રા વધારે લાગશે પણ લેવામાં જરાયે વાંધો નથી. પણ ત્રણ દિવસ લૂણ સર્વથા ન ખાવું. છાશ અને વગર પડેલ રોટલી જ ખાવી. ૩ દિવસ આ પ્રયોગ કરવાથી ભવિષ્યમાં પણ વાળા નીકળતા નથી. ૨. વાળા કદાચ પાકી જાય છે એના પર ચૂનો, કાથે, એળિઓ અને હીંગ ૧-૧ તેલ લઈ તેલમાં વાટી મલમ બનાવવા. ટીકડી કરી વાળા વાળા ભાગ પર બાંધવાથી પીડા શમે છે. ૩. કણગચની માંગી ટેક ૧૫, ગાળ ટંક ૯ એકત્ર કરી ૩-૩ ટંકની મોટી ગાળિઓ બનાવવી. નિત્ય ૧ સવારે સેવન કરવી. સાત દિવસમાં વાળે નિકળી જશે. ૪. નવસાદરની ડમરુ યંત્રમાં ૫૦ વાર પાડેલ કૂલ ૧ રતિ આપવાથી પાંચ જ મિનિટમાં વાળે નિકળી જાય છે. અનેકવાર અનુભવેલ છે. ૫. કૂઠ ના તાલે ગાયના દહીથી ૭ દિવસ સેવન કરવાથી પણ વાળે નિકળી જાય છે. પાકેલ સ્થાને ધૃત અને મીણ ગરમ કરી લગાડવું.x સ્ત્રી અધિકાર વિજયગચ્છીય આચાર્ય વિનયસાગરસૂરિજીના શિષ્ય કુશલ ચિકિત્સક અને આ સંગ્રહનાસંકલિક મુનિ પિતામ્બરે સ્ત્રી અધિકારની સ્વતંત્ર વ્યવસ્થા કરી છે. સર્વ પ્રથમ સંતાન ન થવાનાં નિમુખ બંધ, વાયુથી, થોનિકીટક, ધરણદોષ આદિ પર વિચાર કર્યો છે. કયા કયો દોષ હોય તે સ્નાનાન્તર શરીરનું કયું અંગ દુખે અને એના નિવારણ માટે કયી ઔષધિઓ આપવી જોઈએ. આદિ પાઠાન્તર રૂપે બીજા પણ સાત ઉપકરણોની ચર્ચા કરી છે. એ ભલે આજના વૈજ્ઞાનિકો માટે વિચિત્રતા ભરેલી ચિકિત્સા પદ્ધતિને ભાસ થાય. પણ આયુર્વેદના શાસ્ત્રીય ગ્રન્થકારેએ એના પર બહુ જ વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે. આ પ્રકરણ પુરાતન આયુર્વેદના આવા સંગ્રહાત્મક ગ્રન્થોમાં લગભગ સર્વત્ર મળે છે. કારણોમાં બધાયે એક મત છે. પશુ ચિકિત્સાના પ્રયોગો દરેકનાં જુદાં જુદાં છે. ક્યાંક ક્યાંક નિદાનમાં સ્વલ્પ અનન્તર આવે છે. પણ મૌલિક દયા સર્વેમાં સામ્ય છે. થોડીવાર માટે આપણે માની લઈએ કે આવા ગ્રામીણ પ્રયોગો આજના વૈજ્ઞાનિક અને સર્વ સાધન સમ્પન્ન યુગમાં કેટલે અંશે ઉપયોગી છે? પણ ખરું પૂછો તો ત્યાં અમારા વૈજ્ઞાનિક દષ્ટિ ધરાવતા ચિકિત્સકે કંઈ પણ નથી કરી શકતા ત્યાં આવા ગ્રામીણ પ્રયોગોએ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્ત્રી ચિકિત્સા પર એક સ્વતંત્ર ગ્રંથ યોગ સુધાનિધિ બન્દિ મિશ્ર રચિત મારા સંગ્રહમાં છે. એમાં બાલક અને સ્ત્રીની ચિકિત્સા પર બહુ જ સુંદર અને પારદશી પ્રકાશ પાડ્યો છે. અનુવાદ સહિત પ્રકાશિત કરવા ભાવના છે. વિચાર તો એ પણ છે કે સ્ત્રી ચિકિત્સા સંબંધી જેટલી સામગ્રી પુરાતન સંગ્રહોમાં મળે છે એનો એક ભાગ જુદો જ પ્રકાશિત કરવામાં આવે. સમય, શક્તિ અને સાધનની ત્રિવેણી પ્રાપ્ત થયે પ્રયત્ન કરીશ.' સ્ત્રિઓનાં ઘણાં ખરાં દર્દી ઋતુ–માસિક ધર્મ સાફ ન આવવા કારણે જ પ્રસરે છે. માટે સર્વ પ્રથમ ઋતુ અધિકાર જ આપવામાં આવે છે. ૪ આ સિવાય વાળાના લગભગ ૩૦૦ પ્રવેગે સ્કુટ હસ્તલિખિત આયુર્વેદિક સંગ્રહમાં પ્રાપ્ત થાય છે. જેનું પ્રકાશન અનુભૂત પ્રાગ રત્નમાળામાં કરવા ભાવના છે,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy