________________
જૈન દર્શન પ્રમાણે મોક્ષપ્રાપ્તિ માટે આ રત્નત્રયની પ્રાપ્તિ અનિવાર્ય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના મૂળ ગુણો છે. આ ગુણોનો સંપૂર્ણ વિકાસ થવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે. અનંત સમયથી સંસારમાં દિશાશૂન્ય પરિભ્રમણ કરનાર જીવાત્માને આ રત્નત્રયની પ્રાપ્તિ થતા મોક્ષમાર્ગની દિશા પ્રાપ્ત થાય છે.
સમ્યગ્ એટલે સાચું, સમ્યગ્ એટલે પ્રશસ્ત અથવા સંગત. સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂ જીવાદિ પદાર્થો વિષે શ્રદ્ધા. સમ્યગુજ્ઞાન એટલે જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ. સમ્યગુચારિત્ર એટલે યથાર્થ જ્ઞાનપૂર્વક અસક્રિયાથી નિવૃત્તિ અને સક્રિયામાં પ્રવૃત્તિ.
ઉત્તરાધ્યયન સૂત્ર અઠ્યાવીસમાં અધ્યયનમાં આ જ્ઞાન, દર્શન અને ચારિત્રને મોક્ષનો માર્ગ બતાવ્યો છે -
नाणं च दंसणंचेव, चरित्तं च तवो तहा ।
एस मग्गुत्ति पन्नत्तो, जिणोहिं वरदंसिहिं ।। અર્થ: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મોક્ષનો માર્ગ છે એમ શ્રેષ્ઠ દર્શનવાળા જિનેશ્વરોએ કહ્યું છે. આગળ એ જ અધ્યયનમાં કહ્યું છે કે -
नादंसणिस्स नाणं, नाणेण विणा न हुं ति चरणगुणा ।
अगुणिस्स नत्यि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ।।३०।। અર્થ: જેને દર્શન નથી, તેને જ્ઞાન નથી; જેને જ્ઞાન નથી તેને ચારિત્રના ગુણો નથી, અર્થાત્ તેનો કર્મમાંથી છૂટકારો નથી; અને જેનો કર્મમાંથી છૂટકારો નથી, તેનું નિર્વાણ નથી.
આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે મોક્ષપ્રાપ્તિ માટે દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ રત્નત્રય અનિવાર્ય છે. આ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય તો મોક્ષપ્રાપ્તિ ન થાય. અર્થાત્
ઊગ્યો મુક્તિનો અરુણોદય. સમ્યગ્દર્શન છે