________________
*
પ્રાસ્તાવિક
મોક્ષ એટલે આધ્યાત્મિક જીવનવિકાસનું અંતિમ પરિણામ જે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સંસારી આત્મા શુભાશુભ સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્ત બને છે, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે અને સિદ્ધાત્મા બને છે તે જ મોક્ષ છે. આ મોક્ષ પ્રાપ્ત ક૨વા માટે મોક્ષમાર્ગ છે. પરભાવવિભાવમાંથી નિકળી આત્મભાવમાં સ્થિર થવું તે શમનિષ્ઠ માર્ગ મોક્ષમાર્ગ છે. શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગદ્વેષરહિતપણું. સમભાવમાં અર્થાત આત્મસ્વરૂપમાં સ્થિતિ થવી, સ્વ સ્વરૂપને સમજી સ્વરૂપમાં રમણતા ક૨વી એ જ શમ છે. મોક્ષનો માર્ગ એટલે આત્માની શુદ્ધિ. એનો પાયો છે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે સાચી દૃષ્ટિ, વસ્તુસ્વરૂપને યથાર્થપણે સહવું. જૈનદર્શનમાં આ મોક્ષમાર્ગ એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર આ શુદ્ધ રત્નત્રયરૂપ છે.
સહજ
सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः ।। १.१॥
તત્વાર્થ સૂત્ર
અર્થઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર એ ત્રણે સાથે મોક્ષમાર્ગ છે.