SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જ્ઞાની પુરુષ (ભાગ-૨) પ્રશ્નકર્તા : રોફવાળો. દાદાશ્રી : પેલો માર્કેટ મટિરિયલ કહેવાય. પ્રશ્નકર્તા : દાદા, એ વખતે બેઠેલા અને આ વખતે બેઠા, એમાં અંદરની જે પરિસ્થિતિ હોય એમાં કેવું રહેતું હતું ? પહેલા કેવું રહેતું હતું ને હમણાં આ આવા ટાઈમમાં કેવું રહે ? દાદાશ્રી : આ ટાઈમમાં તો સમતા જ હોય ને બિલકુલેય. તે દહાડે તો મોહ ખરો ને ! પ્રશ્નકર્તા એટલે કેવું રહે એમાં? કરુણા રહે છે આ ફેરે, દાદા? દાદાશ્રી : આ ફેરે કરુણા, બીજું શું? આ કરુણા એટલે આમ.. પ્રશ્નકર્તા: જગત કલ્યાણ થાય એવું હોય ને ? દાદાશ્રી : બધા લોકોનું કલ્યાણ થાય અને બધે જે જે કરતા કરતા જઈએ ને ! પ્રશ્નકર્તા : એ કરુણા જ કહેવાય ને, દાદા ? દાદાશ્રી : અને તે દહાડે અહંકાર હોય. પ્રશ્નકર્તા : દાદા, એ વખતે તો મનમાં એમ થાય ને કે બધા મને જુએ ? દાદાશ્રી : હા, એવું બધું. પ્રશ્નકર્તા : એ બધું દેખીને જરાકે મહીં ટાઈટ. દાદાશ્રી : હા, હા, એ દેખાડવાનો અહંકાર હોય. કેમ કરીને લોકો મને જુએ, મારો સાફો જુએ, એવું બધું હોય. લગ્ન પહેલા સાધારણ જોયેલા હીરાબાને પ્રશ્નકર્તા : દાદા, આપે હીરાબાને જોયેલા લગ્ન પહેલા કે એમ પહેલાની માફક જ લગ્ન થયેલા ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy