SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) ખબર પડેલી પણ એનું મહત્વ નહીં તે પ્રશ્નકર્તા : આપ નિરંતર આનંદમાં જ હતા. પણ આમ ઘરે હીરાબા કે કોઈએ તરત જાણેલું કે અમુક સમય ગયા પછી ખબર પડેલી આ જ્ઞાનપ્રાપ્તિ થયેલી છે ? દાદાશ્રી : વાર જ ના લાગે ને ! ફેરફાર થઈ ગયો હતો ને ! પ્રશ્નકર્તા : હીરાબાને ક્યારે ખબર પડેલી ? દાદાશ્રી: હીરાબાનેય સાધારણ ખબર પડેલી પણ હીરાબાને આનું મહત્વ એટલું બધું નહીં. એ જાણે કે “શુંયે જ્ઞાન થયું છે ! આપણને કામ શું ?” કહે. પ્રશ્નકર્તા : એટલું લેવલ નહીં એટલે ને, દાદા ? દાદાશ્રી: એ તો બહુ એ તૈયાર નહીં ને ! પછી ધીમે ધીમે ધીમે એમને અનુભવ વધતો જાય. આપણે એવું કહીને આમ જરૂરેય નહીં ને ! પ્રશ્નકર્તા : હં, વ્યવહાર નહીં આપનો એટલે... પણ પછી તો નિરંતર પરમાનંદ સ્થિતિ થઈ ગઈ આપની ? દાદાશ્રી : ના, વ્યવહાર બહુ સુંદર હતો ને ! બહુ સુંદર, વ્યવહાર ફક્કડ. આમાં અંદર જાગૃતિ રહે ને વ્યવહાર પણ સરસ, વ્યવહાર સારો. હીરાબાને પણ દબાણ નહીં પ્રશ્નકર્તા : દાદા, આ જે વ્યવહારની બધી આવડત, એ બધી તમારામાં પહેલેથી ? દાદાશ્રી: એ વ્યવહારની આવડત બહુ સારી. બહુ સારી સૂઝ પડે. તેથી “અંબાલાલભાઈ કહે ને, નહીં તો કોઈ કહેતું હશે કે ? છ અક્ષર તે કોઈ બોલતું હશે ? આમ ચાર અક્ષરેય બોલતા અઘરા પડે છે લોકોને. પ્રશ્નકર્તા : તે એવું હીરાબાને પણ ખબર પડી ગયેલી કે સંસારમાં સુખો જ નથી એમ ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy