SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] દાદાની દૃષ્ટિએ હીરાબાના ગુણ હીરાબા : આપણી આબરૂ જાય. બારણે લોક સાંભળે તો કેટલું ખરાબ દેખાય ! જોડે તો કશુંય નહીં આવે દાદાશ્રી : આ એકલું જ ખેતરની બાબતમાં જ અમારે દિવાળીબા જોડે થયેલું, તે પછી મેં છોડી દીધું બધું. એ જેમ કહે એમ કરવું આપણે. મિલકતનો ત્રીજો ભાગ લખે, તો છો ને લખે. બળ્યું, લઈ જશે તો વાંધો છે ? આપણે ઘરનું ઘરમાં જ છે ને ! કંઈ બહાર લઈ જવાનું છે ? અને હીરાબાયે હા પાડી, એમની મેળે. હું તો હીરાબા, તમારા લીધે ના પાડતો'તો. તમારે વાંધો નથી, તો મારેય વાંધો નથી. આ તો ઘરમાં ને ઘરમાં જ છે ને ! ૨૭૫ : હીરાબા ઃ અને એ કંઈ લઈ જવાના છે ? અને હુંય કંઈ લઈ જવાની છું ? દાદાશ્રી : થોડું થોડું તો લઈ જવું પડે ને, થોડું થોડું ? હીરાબા : અરે, જોડે તો કશુંય નહીં આવે. દાદાશ્રી : આ વાણિયા આપણી પોળને નાકે, લઈ ગયા બધા. હીરાબા : અરે, વાણિયા શું લઈ જાય ? દાદાશ્રી : આ પેલા મોહનના બાપ ને એ બધા લઈ ગયેલા. લંગોટી વાળતા’તા ને ? હીરાબા : કશુંય નહીં લઈ ગયા, પરસોત્તમભાઈ મરી ગયા. એ કશુંય નહીં લઈ ગયા. જોડે તો એક વાલની (વાલ એક પ્રકારનું તોલનું માપ) વીંટી છે તેય કાઢી નાખે. દાદાશ્રી : શાથી દિવાળીબા આમ કરે છે ? = હીરાબા : એ તો કરે, જીવવા સાટે. જીવીએ શી રીતે, કહે. દાદાશ્રી : તમે તો કોઈ દહાડોય કહ્યું નહીં કે ‘મારે આ ભેગું કરવું છે કે આમ કરવું છે', એવું કશું કહ્યું કે કર્યું નથી.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy