SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૨) કહો છો કે બંધ કરો. ત્યારે મેં કહ્યું, “બંધ કરી દઈએ.’ ત્યારે કહે, ‘ના, બંધ નહીં કરી દેવાનું.' એ શા હારુ બોલતા હશે ? નીરુમા : દાદા, મન મોટું ને, એટલે બંધ ના કરાય. દાદાશ્રી : સહન ના થાય એટલે મને કહે ખરા, પણ પછી એમને દુઃખ ના થાય એટલું કરે. તમને યાદ હતું ? હીરાબા : હું ખવડાવું. એ વઢે પણ ખવડાવીને પછી મોકલું. નીરુમા : કોણ લઢે, બા ? હીરાબા દાદા. દાદાશ્રી : ઝવેરબા દિવાળીબાને વઢતા હતા ખરા ? હીરાબા : અરે, શાના વઢાય ? વઢાય નહીં. દાદાશ્રી : શું એ સામા બાઝે ? હીરાબા : હા, સામે બાઝે. દાદાશ્રી : તે તમે વઢેલા નહીં કોઈ દહાડો ? હીરાબા : ના રે. ૨૭૪ ઘરતી આબરૂ તો રાખવી જ પડે તે દાદાશ્રી : પાણીના માટલા જેવું ના બદલાય ? હીરાબા ના. દાદાશ્રી : માટલા તો બદલી નખાય. હીરાબા : માટલા બદલાય, એ તો માણસ, બદલાતું હશે ? દાદાશ્રી : ના બદલાય. તેથી એ કહે છે, ‘ના, કશું લેવાનું નહીં આપણે. આમાં તો આપણી આબરૂ જાય.'
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy