SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) મહીં. તે જે દૂધનો દૂધપાક બનાવવાનો હતો, તેની મહીં મીઠું નાખી આપ્યું આ લોકોએ. મેં કહ્યું, “આ મીઠું કાઢી નાખો આપણે, નહીં તો વેશ થઈ જાય. દૂધપાક ના થાય આ, અને ચાયે ના બને.” દૂધમાં મીઠું નાખે તો શું થાય ? પ્રશ્નકર્તા : ફાટી જાય. દાદાશ્રી : તે હું જાણતો હતો કે આ લોકોએ મીઠું નાખવા માંડ્યું છે, તે ફાટશે જ્યારે ત્યારે ! પણ મેં રાહ જોયેલી. તે એક દહાડો લાગમાં આવી ગયા. છોડી અહીં વિધિ કરતી હતી કે, તે આમણે શું કર્યું ? પૂજો વાળતા વાળતા મનમાં ચિડાઈને ઊભા રહ્યા એમ કે “આ કંઈ આવી ? એને કાઢી મેલું.” એ છોડીને કાઢી મેલવા માટે કર્યો રસ્તો. શું કર્યું એમણે ? પંજો વાળતા વાળતા બારણું ભડાક કરતું અથાડ્યું. તે પેલી છોડી ચમકી, તાવ પેસી જાય એવી ચમકી. એ બેન વિધિ કરતી'તી, તે હીરાબાએ છે તે પૂજો વાળતા-વાળતા બારણું આમ જોશથી ખખડાવ્યુંને, તે પેલી બેન ચમકી બિચારી, બેન જાણે કે આ અમને વિધિ કરવા દેવા માંગતા નથી. તે બેનેય ચમકી ગઈ કે આજ બા નાખુશ થઈ ગયા છે. એ વિધિ કરતી'તી, તે આમ હાલી ઊઠી. એટલે બેનની વિધિ પૂરી થયા પછી બેનને મેં કહ્યું, “જા હવે બેન.” સમજી ગયા હીરાબાનું ટાણું પછી એ છોડી ગયા પછી મેં હીરાબાને કહ્યું, “શું છે હવે ? તમે આમ બારણું ખખડાવતા'તા ? ત્યારે કહે “ના, કશુંય નથી, કશુંય નહીં. એ તો મેં સાધારણ અથાડ્યું. મેં કહ્યું, “ના, એવું નહીં. બારણું અથાડવામાં વાંધો નથી, પણ ક્યા ભાવથી તમે અથાડ્યું એ સમજી ગયો” કહ્યું. હું સમજી ગયો કે આની પાછળ ચાળા છે. આ ચાળા ના સમજણ પડે, બળ્યા ? અત્યારના જેવો ભોળો હોઈશ તે દહાડે ? પછી મેં કહ્યું, “આજે આ બધું શું છે ? આ બારણું બિચારું
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy