SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જ્ઞાની પુરુષ (ભાગ-૨) હીરાબા કહેય ખરા કે “એ તો ભગવાન જેવા છે.” એટલે એક આંખમાં ધમક રાખવાની અને એક આંખમાં ફ્રેન્ડશિપ રાખવાની (મિત્રાચારી જેવો પ્રેમ રાખવાનો). પ્રશ્નકર્તા : દાદા, એક આંખમાં ધમક કેમ રાખવાની ? દાદાશ્રી સ્ત્રીને તો એક આંખે દેવી તરીકે જુઓ ને બીજી આંખે એનું સ્ત્રીચારિત્ર જુઓ. એક આંખમાં પ્રેમ ને બીજી આંખમાં કડકાઈ રાખો તો જ “બેલેન્સ જળવાશે. એકલી દેવી તરીકે જોશો ને આરતી ઉતારશો તો એ ઊંધે પાટે ચઢી જશે, માટે બેલેન્સ'માં રાખો. પ્રશ્નકર્તા : દાદા, બેઉ આંખમાં ધમક રાખે એનું શું થાય ? દાદાશ્રી : એ ખોટું કહેવાય. એક આંખમાં ધમક અને એક આંખમાં પ્રેમ. પ્રેમ તો જોઈએ જ ને ! પ્રેમ વગર તો માણસ જીવે શા આધારે ? બહુ કંટાળે ત્યારે એને આપઘાતના વિચાર આવે પછી. અને પછી આપણે રડીએ. ત્યારે મૂઆ, ચેતવું હતું ને પહેલેથી ! સીધા કરવાનો માર્ગ જ આ પ્રશ્નકર્તા: દાદા, અમારે તો ઊંધું થાય છે, ગુસ્સ બહુ થઈ જઈએ છીએ ને તાપ નથી રહેતો. દાદાશ્રી : ટૈડકાવવાની જગ્યાએ તમે એને ના ટેડકાવી એનાથી વાઈફ વધારે સીધી રહે. જે ગુસ્સો નથી કરતો, એનો તાપ બહુ સખત હોય. આ અમે કોઈને કોઈ દહાડોય વઢતા નથી, છતાં અમારો તાપ બહુ લાગે. પ્રશ્નકર્તા: તો પછી એ સીધી થઈ જાય ? દાદાશ્રી : સીધા કરવાનો માર્ગ જ પહેલેથી આ છે. તે કળિયુગમાં લોકોને પોષાતું નથી. પણ એના વગર છૂટકો નથી. પ્રશ્નકર્તા : પણ એ અઘરું બહુ છે. દાદાશ્રી : ના, ના, એ અઘરું નથી, એ જ સહેલું છે. ગાયના શિંગડા ગાયને ભારે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy