SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] દાદા તીખા ભમરા જેવા હીરાબા દેખાડે પાછલી ફિલ્મ પ્રશ્નકર્તા: દાદા, હીરાબા એક બાજુ તમને ભોળા કહેતા ને બીજી બાજુ તીખા ભમરા જેવા હતા એવું પણ કહેતા ને ? દાદાશ્રી : એક વખત પેલા પ્રોફેસર સાહેબે હીરાબાને પૂછયું'તું કે ‘દાદાનો સ્વભાવ બહુ સારો છે. પહેલેથી આવો હતો ?” ત્યારે એમણે કહ્યું, “પહેલા તો તીખા ભમરા જેવા હતા. હમણે આવા થયા. એ એમણે જોયેલું જાય નહીં ને ! અમે ફિલ્મ બદલ્યા કરીએ ને પાછલી ફિલ્મ કાઢીએ નહીં. એ તો પાછલી હઉ દેખાડે. અમે તો આ ચાલુ ફિલ્મ હોય એ દેખાડીએ. નીરુબેન કહે ને, “દાદા તો ભગવાન જેવા છે.” ત્યારે એ કહે, પહેલા તીખા ભમરા જેવા હતા.” પછી નીરુબેને મને પૂછયું, ત્યારે મેં કહ્યું, “હા, એવું જ હતું. સાચે જ, બહુ તીખો.” પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : સિન્સિયર તીખાય બહુ હોય. આમ ગુસ્સે થાય નહીં ને થાય ત્યારે જાણે તોડફોડ કરી નાખે. અત્યારે વેરી વેલ સિન્સિયર (બહુ સારા નિષ્ઠાવાન), આ બધો માલ. પણ અતિશય નહીં સારું.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy