SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૦ જ્ઞાની પુરુષ (ભાગ-૨) હીરાબા ઃ હોવે, એ કહેવાય ? દાદાશ્રી : પેપર ઉઘાડું થઈ જાય, નહીં ? નીરુમા : ના, તો પછી એને કપટ કેમ કહેવાય ? દાદાશ્રી : હા, એય વાત ખરી ને ! પછી કપટ નહીં. નીરુમા : કહી દે પછી ક્યાંથી કપટ. દાદાશ્રી : ના, કહેવાય નહીં. તેથી મને ભોળા કહેતા'તા. મેં કહ્યું, આ શાથી ભોળા કહેતા હશે ?” નીરુમા : બા, એકાદું તો કહો, એમને સેમ્પલ. હીરાબા ઃ હોવે, કહેવાય ? એ તો ઉઘાડું ના કહેવાય કશુંય. નીરુમા : હા, છાનુંમાનું કહેજો. હીરાબા : છાનુંમાનુંયે ના કહેવાય, ના રે ! પ્રશ્નકર્તા : બા, મને એકલાને કહેજો. હીરાબા : ના, તનેય ના કહેવાય. કોઈનેય નહીં. લાત મારીને ગોળી ભાંગી નાખી'તી હીરાબા ઃ એક ફેરો ગોળી ભાંગી નાખી. નીરુમા : બા, એ કહો ને અમને, શું થયેલું ? હીરાબા : મેં લાત મારી ને ગોળી ભાંગી ગઈ'તી. પેલી માટલાની ગોળી આવે છે ને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : કંઈક છણકો કે રિસાયા કે કંઈક હશે ? નીરુમા : બા, શું થયું'તું, કહો ને
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy