SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) વ્યવહાર સુધરે તોય બહુ થઈ ગયું. અને મારા શબ્દો છે તે એનું મન ફરી જશે. શબ્દો મારા ને મારા રાખજો. શબ્દો મહીં ફેરફાર ના કરશો, વચનબળવાળા શબ્દો છે, માલિકી વગરના શબ્દો છે. પણ એને ગોઠવણી કરવાની તમારે. મારું આ જે વ્યવહારિક જ્ઞાન છે ને, તે તો આ ઑલ ઓવર વર્લ્ડમાં (આખી દુનિયામાં) દરેકને કામ લાગે એવું છે, આખી મનુષ્યજાતિને કામ લાગે એવું છે. પ્રશ્નકર્તા : કારણ કે જીવનમાંથી છે ને ! દાદાશ્રી : હા. બસ, સ્થૂળવાળાને શૂળ, સૂક્ષ્મવાળાને સૂક્ષ્મ, પણ દરેકને આ કામ લાગે. માટે એવું કંઈ કરો કે લોકોને હેલ્પફુલ (ઉપયોગી) થાય. મેં બહુ પુસ્તકો વાંચ્યા આ લોકોને મદદ થાય એવા, પણ કશું ભલીવાર નથી થતું. એ થોડુંઘણું થાય. આવું હોય જ નહીં ને ! ક્યાંથી હોય ? એ તો મનનો, “ડૉક્ટર ઑફ માઈન્ડ' હોય તો જ થાય. તે “આઈ એમ ધી ફુલ ડૉક્ટર ઑફ માઈન્ડ (હું મનનો સંપૂર્ણ ડૉક્ટર છું).”
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy