SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] સુંદર વ્યવહાર - ‘શું શાક લાવું ?” 1 ૧૮૫ કહે ? અને ધણી એમ કહે કે તમને ઠીક લાગે તે લાવો, એટલે એ નોબલ કહેવાય. તે બન્નેનો નોબલ વ્યવહાર ઉઘાડો થાય, એ જગત ખોળે છે. પ્રશ્નકર્તા : એમાં શાંતિ રહે. દાદાશ્રી : ના, શાંતિ રહેવા ઉપર નહીં, પણ સંસ્કાર ઊંચા કહેવાય ને ! આ જગતે જોયું એટલે આ સંસ્કાર બહુ ઊંચા લાગે એમને. એટલે કામ નીકળી જાય બધું એનું. એ તો ઘણા ઊંચા સંસ્કાર ! જ્ઞાનીના સંસ્કાર તો બધી વાત જ જુદી ને ! વ્યવહાર તે ધર્મ, બન્ને શીખવે દાદા અમારો વ્યવહાર બહુ ઊંચો. પ્રશ્નકર્તા : બહુ ઊંચો વ્યવહાર, દાદા. દાદાશ્રી : એ વ્યવહાર શિખવાડું છું અને ધર્મે શિખવાડું છું, બેઉ. પ્રશ્નકર્તા : વ્યવહાર અને ધર્મ બન્ને. દાદા, જે વ્યવહાર આપણી બુકમાં લખેલો છે ને, તે વાંચીને તો લોકોને ઘણો જ ફેર પડી ગયો. દાદાશ્રી : હંસ... પ્રશ્નકર્તા : દાદા, આ જે બુક ખરીને સનાતન સુખની, વ્યવહાર માટે એ બધું વાંચે ને, એ ઘણાને ગમે છે. દાદાશ્રી : એ પુસ્તકો વહેંચવાથી આ હિન્દુસ્તાનના માણસો સુધરી ગયા કેટલાક તો ! અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તેય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તેય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. હવે બીજી એક વ્યવહારિક જ્ઞાનની ચોપડી બનાવો. તે લોકોનો
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy